લોકસભા ચૂંટણીઃ મહિલાઓમાં વોટિંગનો છવાયો ક્રેઝ
નવી દિલ્હી, 24 એપ્રિલઃ આજે લોકસભા ચૂંટણી માટે 12 રાજ્યોની 117 બેઠકો પર છઠ્ઠા તબક્કાનું મતદાન થઇ રહ્યું છે. દેશના મતદાતાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો. વૃદ્ધોથી લઇને યુવાનો સુધી બધા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. જેના કારણે તમિળનાડુ અને આસામમાં અત્યારસુધીમાં સારું એવું મતદાન થયું છે, પરંતુ આ બધાની વચ્ચે મતદાનનો ક્રેઝ કહો કે પછી ઉત્સાહ મહિલાઓમાં સૌથી વધારે જોવા મળી રહ્યો છે.
દેશના 12 રાજ્યોમા મહિલાઓએ મત આપવા માટે લાંબી કતારો લગાવી છે. ક્યાંક ઉનાળાના તાપથી બચવા મહિલાઓ છત્રીઓનો ઉપયોગ કરી રહી છે, તો ક્યાં માટીને ભેખડો પર ઉભા રહીને પણ મત આપવાનો પોતાનો સંકલ્પ તેઓ દર્શાવી રહી છે. ગુવાહાટી હોય કે ઝારખંડનું ધનબાદ. મહિલાઓ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યાં છે. એટલું જ નહીં પરંતુ વયોવૃદ્ધિ મહિલા પણ આ આકરા તડકાંમાં મત આપવા આવીને યુવાનોને જાગૃત કરી રહ્યાં છે. નોંધનીય છેકે આ વખતની ચૂંટણીમાં દેશવાસીઓમાં અનોખી જાગૃતિ જોવા મળી રહી છે. દેશની જે સ્થિતિ છે, તેને બદલવાનો સંકલ્પ જાણે કે દેશની જનતાએ લીધો હોય તેમ જણાઇ રહ્યું છે. તસવીરો થકી જોઇએ મહિલાઓમાં મતદાનનો કેવો છે ક્રેઝ.

આગરામાં મહિલાઓએ કર્યું મતદાન
આગરા ખાતે મતદાન કર્યા બાદ પોતાના હાથમાં રહેલી શાહીના માર્કને દર્શાવી રહેલી મહિલાઓ.

ધનબાદમાં વોટર કાર્ડ દર્શાવી રહેલી મહિલાઓ
ઝારખંડના ધનબાદમાં પોતાનુ વોટર કાર્ડ દર્શાવી રહેલી મહિલાઓ.

બાઘોરબોરીમાં મહિલાઓની લાંબી લાઇન
ગુવાહાટીના બાઘોરબારી ખાતે મત આપવા માટે મહિલાઓની લાંબી લાઇન લાગી છે.

ગુવાહાટી મહિલાઓની લાઇન
ગુવાહાટી ખાતે પોલિંગ બુથે મત આપવા માટે ઉભી રહેલી મહિલાઓ.

મહિલાઓની લાઇન
ગુવાહાટી ખાતે પોલિંગ બુથે મત આપવા માટે ઉભી રહેલી મહિલાઓ.

મત આપવા લાગી મહિલાઓની લાઇન
ગુવાહાટી ખાતે પોલિંગ બુથે મત આપવા માટે ઉભી રહેલી મહિલાઓ.

કેથોલિક નને કર્યું મતદાન
ગુવાહાટીમાં કેથોલિક નને મતદાન કર્યા બાદ આંગળી પર લાગેલી શાહીનો માર્ક દર્શાવ્યો હતો.

મત આપવા લાગી લાઇન
ગુવાહાટી ખાતે પોલિંગ બુથે મત આપવા માટે ઉભી રહેલી મહિલાઓ.

વયોવૃદ્ધ મહિલાએ કર્યુ મતદાન
વયોવૃદ્ધ મહિલાએ ગુવાહાટીમાં મત આપ્યા બાદ પોતાના હાથ પર રહેલી શાહી દર્શાવી હતી.

અનંતનાગમાં લાઇનમાં ઉભેલી મહિલાઓ
અનંતનાગ બેઠકમાં નૂરાબાદ વિસ્તારમાં આવેલા મતદાન મથકે મત આપવા માટે લાઇનમાં ઉભી રહેલી મહિલાઓ.












Click it and Unblock the Notifications
