For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સુંદર દેખાવાનો અજબ કીમિયો, વેચાઇ રહ્યાં છે બ્રેસ્ટ મિલ્કના સાબુ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 11 જાન્યુઆરીઃ લોકો સુંદર દેખાવા માટે લોકો શું શું નથી કરતા. ખાસ કરીને ચીની મહિલાઓ પોતાની સુંદરતા નિખારવા માટે નવા નવા પ્રયોગ કરતી રહે છે. તાજા અહેવાલ અનુસાર ચીનમાં મહિલાઓ સ્તનના દૂધનો ઉપયોગ સાબુ બનાવવા માટે કરી રહી છે. આ મહિલાઓનું માનવું છે કે, બ્રેસ્ટ મિલ્કમાંથી બનેલા સાબુથી સુંદરતા નિખરે છે.

milk
સૂત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર ચીનની મહિલાઓ પોતાના બાળકોને દૂધ પિવડાવ્યા બાદ જે દૂધ બચી જાય છે, તેમાંથી સાબુ બનાવવાનું કામ કરી રહી છે. એક ચીની વેબસાઇટ દ્વારા છાપવામાં આવેલા સમાચાર અનુસાર ચીનની મહિલાઓ સ્તન દૂધથી સાબુ બનાવીને તેને વેબસાઇટના માધ્યમથી ગ્રાહકોને વેચે છે. ન્યૂઝ વેબસાઇટ અનુસાર આવી પ્રત્યેક મહિલાઓ પોતાના સ્તન દૂધથી બનેલા અંદાજે 300થી વધુ સાબુ વેચી ચૂકી છે.

જો કે, ચીનની જે ઓનલાઇન કારોબારી વેબસાઇટ છે, તેણે દાવો કર્યો કર્યો છે કે સ્તનથી બનેલા સાબુથી માત્ર ત્વચા ગોરી જ નથી થતી પરંતુ લાંબા સમય સુધી ત્વચા સુરક્ષિત પણ રહે છે. મહિલાઓના આ પગલાં સામે ચીની પ્રશાસને આકરું વલણ અપનાવતા મહિલાઓને આ રીતે સાબુ નહીં બનાવવાની ચેતાવણી આપી દીધી છે. ચીની પ્રશાસનનું કહેવું છે કે મહિલાઓ આ રીતે સાબુ ના બનાવે અને ના વેચે. સરકારની કાર્યવાહી છતાં પણ મહિલાઓ આ કામ કરી રહી છે અને તેમનો વ્યવસાય વધી રહ્યો છે.

English summary
A set of entrepreneurial women in China have been making a killing selling artisanal breast milk soap.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X