For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ તારીખથી રમાઈ શકે છે વિમેન્સ પ્રીમિયર લીગ, અહીં રમાશે ફાઈનલ

ક્રિકેટ ફેન્સ આતુરતાથી વિમેન્સ પ્રીમિયર લીગની રાહ જોઈ રહ્યા છે ત્યારે હવે બહુ જલ્દી તેની તારીખો જાહેર કરવામાં આવી શકે છે.

By Desk
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : આઈપીએલની સફળતા બાજ હવે બીસીસીઆઈ વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆત કરવા જઈ રહી છે. છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે ત્યારે હવે બહુ જલ્દી તારીખોની જાહેરાત થઈ શકે છે. સમાચારો અનુસાર, વિમન્સ પ્રીમિયર લીગ આઈપીએલ પહેલા 4 માર્ચથી યોજાઈ શકે છે.

Womens Premier League

વિગતો અનુસાર, આઈપીએલ 2023 31 માર્ચથી શરૂ થઈ શકે છે. આ પહેલા વિમેન્સ પ્રીમિયલ લીગ યોજાઈ શકે છે. અત્યારસુધીમાં પ્રથમ સિઝન માટે પાંચ ટીમોની પસંદગી કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ટીમને અદાણી ગ્રુપે ખરીદી છે. આ સિવાય રોયલ ચેલેન્જર્સ ગ્રુપે બેંગ્લોરની મહિલા ટીમને ખરીદી લીધી છે.

વિમેન્સ પ્રીમિયર લીગની પ્રથમ સિઝનની ફેન્સ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ક્રિકઇન્ફોના એક અહેવાલ અનુસાર, આ આયોજન 4 માર્ચથી થઈ શકે છે અને તે 24 માર્ચ સુધી ચાલશે. આ પછી IPL 2023નું આયોજન થશે.

બીજી તરફ IPL 2023નું આયોજન 31 માર્ચ અથવા 1 એપ્રિલથી થઈ શકે છે. વિમેન્સ પ્રીમિયર લીગની ફાઈનલ 28 મેના રોજ રમાશે. જો કે ટુર્નામેન્ટની તારીખ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરાઈ નથી.

અહીં તમને જણાવી દઈએ કે, વિમેન્સ પ્રીમિયર લીગની પાંચ ટીમો માટે મોટી કંપનીઓએ બોલી લગાવી હતી. જેમાં અદાણી ગ્રુપે સૌથી વધુ 1289 કરોડ રૂપિયાની બોલી લગાવી હતી. અદાણી ગ્રુપે અમદાવાદની ટીમ ખરીદી લીધી છે.

આ યાદીમાં ઈન્ડિયા વિન સ્પોર્ટ્સ પ્રાઈવેટ લિમિટેડ બીજા નંબરે રહી. તેણે મુંબઈની ટીમને 912.99 કરોડ રૂપિયામાં ખરીદી છે. રોયલ ચેલેન્જર્સ ગ્રુપે બેંગ્લોરની ટીમને 901 કરોડ રૂપિયામાં ખરીદી. JSW GMR ક્રિકેટ પ્રાઈવેટ લિમિટેડે દિલ્હીની ટીમને 810 કરોડ રૂપિયામાં ખરીદી છે. લખનૌની ટીમને કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ્સે 757 કરોડમાં ખરીદી છે.

English summary
Women's Premier League can be played from this date, the final will be played here
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X