For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ગામડાની મહિલાંઓ એટલી આકર્ષક નથી એટલે આરક્ષણ નહીં મળે'

|
Google Oneindia Gujarati News

mulayam-singh
બારાબંકી, 10 નવેમ્બરઃ નિતિન ગડકરી, રામ જેઠમલાણી અને હવે અન્ય એક રાજકારણી દ્વારા વિવાદિત નિવેદન કરવામાં આવ્યું છે. સમાજવાદી પાર્ટીના પ્રમુખ મુલાયમસિંહ યાદવે ગ્રામીણ મહિલાંઓ પર કરેલી ટિપ્પણીને લઇને વિવાદ ઉભો થયો છે. તેમણે ગ્રામીણ મહિલાઓને મહિલા આરક્ષણ બિલનો લાભ નહીં મળે કારણ કે, ગ્રામીણ મહિલાઓ શહેરની મહિલાંઓ જેવી આકર્ષક નથી.

મુલાયમે લાંબા સમયથી અટકેલા મહિલા આરક્ષણ બિલ પર પોતાના સંભવતઃ વિરોધને સ્પષ્ટ કરવા માટે આ ટિપ્પણી કરી છે. તેમણે બારાબંકીમાં એક રેલી દરમિયાન કહ્યું, '' મોટા ઘરની મહિલાઓ અને છોકરીઓ જ માત્ર ઉપર જઇ શકે છે, યાદ રાખો, તેમને તક નહીં મળે, આપણા ગામની મહિલાઓ એટલી આકર્ષક નથી.''

મુલાયમે દાવો કર્યો છે કે જો બિલ રજૂ થયો તો મોટા ઘરની મહિલાઓ આગળ વધશે કારણ કે, ગરીબ પરિવારોની મહિલાંઓ વધુ પાછળ રહી જશે. બિલમાં લોકસભા અને રાજ્યસભામાં મહિલાંઓ માટે 33 ટકા આરક્ષણનો પ્રસ્તાવ છે. સપા પ્રમુખ ટિપ્પણીની ટિપ્પણી બાદ ઉભા થયેલા વિવાદો પર સપાએ સફાઇ આપતા કહ્યું છે કે મુલાયમના કહેવાનો અર્થ શારીરિક આકર્ષણ નહીં પણ જનતા વચ્ચે એખ રાજનેતા તરીકેના આકર્ષણનો હતો.

સપાના પ્રાંતીય પ્રવક્તા રાજેન્દ્ર ચૌધરીએ કહ્યું કે સપાના પ્રમુક આવી વાતો નથી કરતા અને મુલાયમનો કહેવાનો અર્થ શારીરિક આકર્ષણથી બિલકુલ નહોતો.

તેમણે કહ્યું કે મુલાયમનો કહેવાનો અર્થ હતો કે શહેરી ક્ષેત્રની મહિલાંઓમાં એક રાજનેતા તરીકે મતદાતાઓને ભોળવવાની અપેક્ષાકૃત સૌથી વધારે ગુણ હોય છે, જ્યારે ગ્રામીણ ક્ષેત્રની મોટાભાગની મહિલાંઓ અનપઢ હોય છે કારણ કે મતદાતાઓને વોટ માટે આકર્ષિત નથી કરી શકતી.

બીજી તરફ ભાજપ પ્રવક્તા નિર્મલા સીતારમણે મુલાયમની ટિપ્પણીની આલોચના કરતા કહ્યું કે મહિલાંઓને એ અરિસામાંથી જોવાની મનસ્થિતિમાંથી નિકળવાની જરૂર છે કે તે આકર્ષક છે.

લખનૌમાં એક કાર્યક્રમ દરમિયાન પત્રકારો સાથે વાત કરતા મુલાયમે કહ્યું હતું કે તેમની પાર્ટી બિલના સમર્થન અંગે વિચાર કરશે કે તેમાં દલિતો, મુસ્લિમો, પછાત લોકોનું ધ્યાન રાખવામાં આવ્યું છે કે નહીં.

તેમણે કહ્યું, '' અમે હંમેશા મહેસુસ કરે છે કે પુરુષ અને મહિલાઓએ ખભા સાથે ખભો મળાવીને કામ કરવું જોઇએ પરંતુ સમાજમાં મહિલાઓ પર અત્યારે પણ અત્યાચાર કરવામાં આવે છે.

ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X