For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહિલાએ છેડછાડ નો વિરોધ કર્યો તો, તેને ઉકળતા તેલમાં ફેંકી

બિહારના કૈમુર જિલ્લાના ભગવાનપુર ચોકી વિસ્તારના ઓરંગાઈ ગામમાં જયારે એક યુવતીએ છેડછાડ નો વિરોધ કર્યો ત્યારે બદમાશો ઘ્વારા તેના પર ઉકળતું તેલ નાખી દેવામાં આવ્યું.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

બિહારના કૈમુર જિલ્લાના ભગવાનપુર ચોકી વિસ્તારના ઓરંગાઈ ગામમાં જયારે એક યુવતીએ છેડછાડ નો વિરોધ કર્યો ત્યારે બદમાશો ઘ્વારા તેના પર ઉકળતું તેલ નાખી દેવામાં આવ્યું. જેના કારણે યુવતીને ઇજા પહોંચી. ઘટના પછી યુવતીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી, જ્યાં તેનો ઉપચાર ચાલી રહ્યો છે. પીડિતાના પરિવાર ઘ્વારા આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવામાં આવી છે.

women

પીડિતાના પિતાએ નોંધાવેલી ફરિયાદમાં લખાવ્યું છે કે તેના લગ્નના કાર્યક્રમમાં આરોપી મારી દીકરી સાથે છેડછાડ કરી રહ્યા હતા. પરંતુ જયારે તેનો વિરોધ કરવામાં આવ્યો ત્યારે આરોપીઓ ઘ્વારા ઉકળતું તેલ મારી દીકરી પર ફેંકવામાં આવ્યું. પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેઓ પોતાના અનંતપુર લગ્નમાં ગયા હતા. જ્યાં પૂજા દરમિયાન અજિત સિંહ, શ્યામ નારાયણ સિંહ અને એક ડ્રાઈવરે મારી દીકરી સાથે છેડછાડ શરૂ કરી. જેનો દુલ્હા અને મારી દીકરીએ વિરોધ કર્યો.

બદમાશોની છેડછાડ નો વિરોધ કરવા પર તે લોકોએ મારી દીકરીને ઉકળતા તેલની કઢાઈમાં ફેંકી દીધી. જેને કારણે મારી દીકરીને ખુબ જ ઇજા પહોંચી છે. એટલું જ નહીં પરંતુ બારાતી તરફ થી રામ સુરેશ સિંહ, સુબેદાર સિંહ, સત્યેન્દ્ર નારાયણ સિંહને પણ ઇજા પહોંચી છે. આ મામલે થાના અધ્યક્ષ સત્યેન્દ્ર રામ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે આખા મામલે એફઆઈઆર નોંધી લેવામાં આવી છે અને આરોપીઓની ધરપકડ માટે પોલીસ તેમની તપાસ કરી રહી છે.

English summary
Women was thrown hot oil when she protested against teasing in bihar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X