For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જયલલિતાની ઠાકરે સ્ટાઇલઃ શ્રીલંકન ખેલાડીને નહીં રમવા દેવાય IPLમાં

By Super
|
Google Oneindia Gujarati News

JAYALALITHA
ચેન્નાઇ, 26 માર્ચઃ શ્રીલંકાના તામિળોના સમર્થનમાં વધતા પ્રદર્શન વચ્ચે તામિળનાડુના મુખ્યમંત્રી જયલલિતાએ આજે કહ્યું કે રાજ્યમાં આઇપીએલને માત્ર એ જ મેચોની અનુમતિ આપવામાં આવશે, જેમાં શ્રીલંકન ખેલાડી, અમ્પાયર, અધિકારી કે સહાયક કર્મચારી નહીં હોય.

તેમણે કહ્યું,'શ્રીલંકન સરકારની કાર્યવાહીઓથી તામિળનાડુમાં વઘતા રોષને જોઇને તામિળનાડુ સરકારનું માનવું છે કે શ્રીલંકાના ખેલાડી, અમ્પાયર અને અન્ય અધિકારી આઇપીએલની જે મેચોમાં સામેલ હશે તે તામિળનાડુમાં નહીં રમવા દેવામાં આવે.

પ્રધાનમંત્રી મનમોહન સિંહને લખેલા પત્રમાં જયલલિતાએ કહ્યું કે કેન્દ્ર સરકાર બીસીસીઆઇને સલાહ આપી શકે છે કે આઇપીએલના આયોજક રાજ્યમાં થનારી મેચોમાંથી શ્રીલંકન ખેલાડી, અમ્પાયર, અધિકારી અને સહાયક કર્મચારીઓને દૂર રાખે.

તેમણે કહ્યું, ' તામિળનાડુની સરકાર રાજ્યમાં માત્ર એ જ આઇપીએલ મેચોને અનુમતિ આપશે જેમાં આયોજન હલફનામું આપે કે શ્રીલંકના શ્રીલંકન ખેલાડી, અમ્પાયર, અધિકારી કે સમર્થન આપનારા કર્મચારીઓ આ મેચમાં ભાગ નહીં લે.' જયલલિતાએ કહ્યું કે યુએનએચઆરસીમાં તાજેતરમાં થયેલી ચર્ચા દરમિયાન જાણવા મળ્યું છે કે શ્રીલંકન તામિળો મુદ્દે રાજ્યમાં ઘણો રોષ છે.

મુખ્યમંત્રીએ કહ્યું, ' તેવામાં ગરમી પકડેલા માહોલમાં ત્રણ એપ્રિલથી ચેન્નાઇ સહિત ઘણા સ્થાનો પર આઇપીએલ ક્રિકેટ મેચ થવાની છે અને આ મેચ 26 માર્ચ સુધી ચાલશે.' તેમણે કહ્યું કે, ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી લગભગ તમામ ટીમોમાં શ્રીલંકાના ક્રિકેટ ખેલાડી સામેલ છે.

English summary
Tamil Nadu Chief Minister J Jayalalithaa on Tuesday bowled out all the Sri Lankan nationals from the IPL pitch.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X