World Cup 2023 : ક્રિકેટરોને ઈજાથી બચાવતા હેલ્મેટ અને ગ્લોવ્ઝ કેટલાના આવે? કિંમત જાણીને વિચારતા રહી જશો
ભારતમાં વર્લ્ડ કપની શરૂઆતથી જ ક્રિકેટ ફિવર છવાયો છે. લોકો ક્રિકેટ સાથે જોડાયેલી દરેક બાબતોને ગુગલ પર સર્ચ કરી રહ્યા છે. ફેન્સ એક સવાલ વારંવાર સર્ચ કરે છે કે ક્રિકેટરો હેલ્મેટ અને ગ્લોવ્ઝ પહેરે છે તેની કિંમત કેટલી હોય છે?
ભારત ક્રિકેટપ્રેમી દેશ છે. જે ખેલાડીઓ ભારત માટે રમે છે લેધર બોલથી રમે છે અને તેના કારણે ઈજા કે મૃત્યુનું જોખમ રહેલું છે. પ્રોફેશનલ ક્રિકેટરો દ્વારા પહેરવામાં આવતા હેલ્મેટની કિંમત 2000 થી 20000 રૂપિયા અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે. તેની કિંમત બ્રાન્ડ અને તેની ગુણવત્તા પર આધારિત હોય છે.

હેલ્મેટ સિવાય જો ગ્લોવ્ઝની વાત કરીએ તો તેની કિંમત ચૌકાવનારી હોય છે. પ્રોફેશનલ ક્રિકેટરો માટે ગ્લોવ્ઝની કિંમત 2000 રૂપિયાથી શરૂ થાય છે અને 10000 રૂપિયા સુધી જાય છે. ઘણી વખત આ કિંમત 20,000 રૂપિયાથી પણ જાય છે. જો તે વધુ સારા ચામડા અને સામગ્રીના બનેલા હોય તો પણ તેની કિંમત વધી જાય છે.
ક્રિકેટ રમતી વખતે ઘણા અકસ્માત થયા છે. બોલ માથામાં વાગવાથી બેટ્સમેનનું મોત થયું હોવાના પણ અહેવાલ છે. આ જ કારણ છે કે આઈસીસીએ આ અકસ્માતોને ટાળવા માટે એક નિયમ બનાવ્યો છે.
આ નિયમ હેઠળ એવું કહેવામાં આવ્યું છે કે ક્રિકેટરો માટે જે પણ હેલ્મેટ બનાવવામાં આવે તે નવા બ્રિટિશ ધોરણો BS7928:2013 સાથે સુસંગત હશે. આ નિયમ 1 ફેબ્રુઆરી 2017ના રોજ બનાવવામાં આવ્યો છે અને ત્યારથી અમલમાં છે.












Click it and Unblock the Notifications
