For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૂર્યનું અધ્યયન કરવા સૌથી મોટું દૂરબીન બનાવશે ભારત

By Super
|
Google Oneindia Gujarati News

કોલકતા, 8 જાન્યુઆરીઃ સૂર્યનુ અધ્યયન કરવા માટે ભારત ટૂંક સમયમાં વિશ્વની સૌથી મોટુ દૂરબીન બનાવનાર છે. આ દૂરબીન લદાખમાં સ્થાપિત કરવામાં આવશે, જેની મદદથી સૂર્ય સાથે જોડાયેલા વિભિન્ન પહેલુંઓનું અધ્યયન કરી શકાય.

લદાખમાં પાંગોગ ઝીલ પાસે હનલ કે મેરાકમાં શરૂ થનારી આ પરિયોજનામાં 300 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. સૂર્ય અધ્યયન માટે અત્યારસુધી સૌથી મોટું દૂરબીન અમેરિકાના એરિજોનામાં છે. 1.6 મીટરના એપર્ચ કે છિદ્રના માપવાળું આ દૂરબીન કિટ પીક વૈધશાળામાં સ્થાપિત છે.

આ પરિયોજનાના મુખ્ય સંશોદક સિરાજ હસને પત્રકારોને જણાવ્યું કે, સૂર્યના અધ્યયન માટે વિશ્વના સૌથી મોટા દૂરબીનનું નિર્માણ આ વર્ષે શરૂ કરવામાં આવશે. આ દૂરબીનના છિદ્રનું માપ બે મીટર હશે અને તેનું નિર્માણ 2017 સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. સમાચાર છે કે, 2020માં અમેરિકા હવાઇમાં ચાર મીટરના એપર્ચના માપનું દૂરબીન બનાવવા જઇ રહ્યું છે.

હસને જણાવ્યું કે, આ પરિયોજનાનો મુખ્ય ઉદ્દેશ સૂર્ય કલંકોનું નિર્માણ અને તેના વિઘટનનું અધ્યયન કરવાનો છે. આ દૂરબીના ઘણા ભાગો ભારતમાં જ બનશે અને કેટલાક ઉપકરણોને જર્મનીની હૈમ્બર્ગ વૈધશાળાના સહયોગથી બનાવવામાં આવશે.

English summary
India will start building what is called as the world's largest solar telescope, on the snow-covered heights of Ladakh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X