Wrestlers Protest: સગીરાના આરોપ પર ના મળ્યા કોઈ પુરાવા, બ્રિજભૂષણ સિંહને મળી ક્લીનચિટ
Wrestlers Protest: કુશ્તી સંઘના પ્રમુખ અને ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ માટે રાહતના સમાચાર છે. દિલ્હી પોલીસે ગુરુવારે કુસ્તીબાજોના મામલામાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટ અને પટિયાલા હાઉસ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં તેને સગીરાના યૌન શોષણના કેસમાં ક્લીનચીટ આપવામાં આવી.
બ્રિજ ભૂષણ પર 6 મહિલા કુસ્તીબાજ અને એક સગીર રેસલરે યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. જેના પર દિલ્હી પોલીસે કોર્ટના નિર્દેશ પર એફઆઈઆર નોંધી છે. ગુરુવારે, પુખ્ત કુસ્તીબાજોના કેસમાં, રાઉઝ એવન્યુ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી, જ્યારે સગીરના કિસ્સામાં, પટિયાલા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી.

સગીરાના કેસમાં દિલ્હી પોલીસે ચાર્જશીટમાં જણાવ્યું હતું કે આરોપોની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી પરંતુ WFI ચીફ સામે કોઈ પુરાવા મળ્યા નથી. આવી સ્થિતિમાં કેસ રદ કરવા માટે તેમના તરફથી પટિયાલા હાઉસ કોર્ટમાં રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો હતો. હવે આ અંગે આગામી સુનાવણી 1 જુલાઈએ થશે.
બીજી તરફ, ચાર્જશીટ દાખલ કર્યા પછી, દિલ્હી પોલીસે કહ્યું કે POCSO કેસમાં તપાસ પૂર્ણ થયા પછી, અમે ફરિયાદી એટલે કે સગીરના પિતા અને પીડિતાના નિવેદનના આધારે કેસ રદ કરવાની વિનંતી કરી છે. આ અંગેની કલમ 173 સીઆરપીએસ હેઠળનો રિપોર્ટ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો.
થોડા દિવસ પહેલા જ સગીર કુસ્તીબાજએ પોતાનું નિવેદન પાછું ખેંચ્યું હતું. તેણે કહ્યું હતું કે ઘણી મહેનત પછી તેને પસંદ કરવામાં આવી ન હતી, તેથી તે ડિપ્રેશનમાં હતી. આ કારણે તેણે ગુસ્સામાં WFI ચીફ પર આરોપ લગાવ્યો.












Click it and Unblock the Notifications
