Wrestlers Protest: બ્રિજભુષણ સામે 15 જુને પુરી થશે તપાસ, 30 જુને WFIની ચૂંટણી: અનુરાગ ઠાકુર
રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ આંદોલન કરી રહેલા કુસ્તીબાજોએ બુધવારે રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે બેઠક કરી હતી. લગભગ 6 કલાક સુધી ચાલેલી બેઠક બાદ કુસ્તીબાજોએ નિર્ણય લીધો કે આંદોલન હવે 15 જૂન સુધી સ્થગિત કરવામાં આવશે.

બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે (વિરોધી) કુસ્તીબાજો સાથે ખૂબ જ સકારાત્મક ચર્ચા થઈ. તેમણે માંગ કરી છે કે (WFI પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ સામેના આરોપો પર) તપાસ પૂર્ણ કરવામાં આવે અને 15 જૂન સુધીમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવે.
તેમજ કુસ્તીબાજોએ વિનંતી કરી હતી કે બ્રિજભૂષણ સિંહ અને તેમના સાથીદારો જેમણે 3 ટર્મ પૂર્ણ કરી છે તેઓને ફરીથી ચૂંટવામાં ન આવે. તેણે કુસ્તીબાજો સામેની તમામ FIR પરત ખેંચવાની માંગ કરી છે. રેસલિંગ ફેડરેશનની આંતરિક ફરિયાદ સમિતિની રચના કરવામાં આવશે, જેનું નેતૃત્વ એક મહિલા કરશે. અનુરાગ ઠાકુરે જાહેરાત કરી હતી કે WFIની ચૂંટણી 30 જૂન સુધીમાં યોજાશે.
તમને જણાવી દઈએ કે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહ પર યૌન ઉત્પીડનનો આરોપ લગાવીને કુસ્તીબાજોનું આંદોલન એક મહિનાથી વધુ સમય સુધી ચાલુ રહ્યું હતું. 28 જૂનના રોજ, વિરોધોએ ભારે વળાંક લીધો. વિરોધ કરી રહેલા કુસ્તીબાજો જંતર-મંતરથી ઉભા થયા અને નવી સંસદ તરફ કૂચ કરવા લાગ્યા હતા.
જ્યાં પીએમ મોદી દેશને નવી સંસદની ભેટ આપી રહ્યા હતા. ત્યારે જ પોલીસકર્મીઓએ કુસ્તીબાજોને બેરિકેડિંગ કરતા અટકાવ્યા હતા. આ દરમિયાન પોલીસ અને કુસ્તીબાજો વચ્ચે ઘર્ષણ થયું હતું. આ પછી કુસ્તીબાજોએ પોલીસ પર પણ અભદ્રતાનો આરોપ લગાવ્યો હતો.












Click it and Unblock the Notifications
