Wrestlers Protest Update : અંતે પહેલવાની વાત સાંભળવા સરકાર તૈયાર, અનુરાગ ઠાકુરે કહીં આ વાત
Wrestlers Protest Update : ભારતીય જનતા પાર્ટ અને ભારતીય કુશ્તી સંધના અધ્યક્ષ બ્રિજ ભૂષણ સિંહ સામે છેલ્લા ઘણા સમયથી પહેલવાનો પ્રદર્શન કરી રહ્યા છે. યૌન શોષણ અને તમામ પ્રકારના આરોપો બાદ તેમની સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. જોકે, આ કેસમાં હજૂ સુધી ધરપકડ કરવામાં આવી નથી.
જે દરમિયાન કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુરે મંગળવારની મોડી રાત્રે ટ્વિટ કર્યું કે, સરકાર કુસ્તીબાજો સાથે તેમના મુદ્દાઓ પર ચર્ચા કરવા તૈયાર છે. મેં આ માટે ફરી એકવાર કુસ્તીબાજોને આમંત્રણ આપ્યું છે.

અનુરાગ ઠાકુરે કુસ્તીબાજોના આરોપોની નિષ્પક્ષ તપાસનું આશ્વાસન આપ્યું - આ પહેલા કેન્દ્રીય રમતગમત મંત્રી અનુરાગ ઠાકુરે મંગળવારના રોજ ગ્વાલિયરમાં જણાવ્યું હતું કે, રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના આઉટગોઇંગ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહ પર મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો અને ભારતીય જનતાને પક્ષના સાંસદના જાતીય સતામણીના આરોપોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે. અનુરાગ ઠાકુરે લક્ષ્મીબાઈ નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિકલ એજ્યુકેશનના દીક્ષાંત સમારોહમાં ભાગ લેતા સમયે આ વાત કહી હતી.
બ્રિજ ભૂષણ સિંહની ધરપકડની માંગ કરી રહેલા કુસ્તીબાજોના વિરોધ અંગે પૂછવામાં આવતા અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, તેઓ પહેલા જ કહી ચૂક્યા છે કે, રમતગમત અને ખેલાડીઓ સરકારની પ્રાથમિકતા છે.
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, સરકારે પહેલાથી જ (સિંઘ સામેના આરોપોની તપાસ માટે) એક સમિતિની રચના કરી છે. પોલીસ એફઆઈઆર નોંધીને મામલાની તપાસ કરી રહી છે. ચાર્જશીટ પણ દાખલ કરવામાં આવશે અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
