મહારાષ્ટ્ર વિધાનસભા બાદ રાજ ઠાકરેને મોટો ઝટકો
મુંબઇ, 16 ઓક્ટોબર: રાજ ઠાકરે માટે એક મોટો ઝટકો છે. તેમની પાર્ટી મહારાષ્ટ્ર નવ નિર્માણ સેનાની માન્યતા રદ કરવા માટે દિલ્હી હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે. જો કે પાર્ટીએ પોતાની વેબસાઇટ પર કથિતરૂપે આપત્તિજનક સામગ્રી અપડેટ કરી હતી. સામગ્રી ગેર મરાઠી સમુદાય વિરૂદ્ધ બતાવવામાં આવી રહી છે.
તેના પર દિલ્હી હાઇકોર્ટે પોતાની પ્રતિક્રિયા આપતાં ચૂંટણી કમિશન પાસે જવાબ માંગ્યો છે. ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ જી રોહણીની પીઠે ચૂંટણી કમિશનને પૂછ્યું કે શું તમે જણાવશો કે પાર્ટીની આપત્તિજનક સામગ્રી પર તમે શું કર્યું છે. તેના પર જવાબ માંગતા તેના પર સુનાવણી પાંચ નવેમ્બરના રોજ કરવામાં આવશે.

વકીલ મિથિલેશના પાંડેય દ્વારા દાખલ કરવામાં આવેલી જનહિત અરજીમાં કહેવામાં આવ્યું કે ચૂંટણી કમિશને 26 ઓગષ્ટના દિવસે ખોટું કહ્યું હતું કે પાર્ટીની માન્યતા રદ કરી ન શકાય કારણ કે પાર્ટીએ પોતાની વેબસાઇટ પરથી ખોટી જાણકારીને હટાવી દેવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોર્ટે અરજીકર્તાને આ સ્વતંત્રતા આપવામાં આવી છે કે જો ચૂંટણી કમિશનની કાર્યવાહીથી તે સંતુષ્ટ થતા નથી તો પછીથી તમે કોર્ટમાં આવી શકે છે.












Click it and Unblock the Notifications
