આજે મહાબલીપુરમમાં ફરીથી મળશે જિનપિંગ અને પીએમ મોદી

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તટીય શહેર મહાબલીપુરમમાં મુલાકાત કરશે.

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે તમિલનાડુના તટીય શહેર મહાબલીપુરમમાં મુલાકાત કરશે. 11 અને 12 ઓક્ટોબરના રોજ પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે મુલાકાત થશે. આ 15મી વાર છે જ્યારે વિશ્વની બે મહાશક્તિઓ વચ્ચે મુલાકાત થશે. આ પહેલા અત્યાર સુધી 15 વાર બંને નેતાઓ વચ્ચે મુલાકાત થઈ ચૂકી છે.

modi-jinping

મહાબલીપુરમમાં થઈ રહેલા આ અનૌપચારિક મુલાકાત દરમયાન પીએમ મોદી ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગને પંચરથ પર લઈ જશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી પોતાના ચીની મહેમાનને તટ મંદિરમાં લઈ જશે જે સમુદ્ર કિનારે બનેલુ છે. અહીં ચીની રાષ્ટ્રપતિના સ્વાગત માટે ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ચીની રાષ્ટ્રપતિ દક્ષિણ ભારતની નૃત્ય સંગીત પરંપરાથી રૂબરુ થશે.

તમને જણાવી દઈએ કે મહાબલીપુરમ તમિલનાડુના તટીય વિસ્તારોમાં વસેલુ નાનુ શહેર છે પરંતુ આ શહેર પ્રાચીન સમયે વેપારનુ મોટુ હબ હતુ અને પૂર્વના દેશો સાથે અહીં સીધી રીતે વેપાર થતો હતો. આ તટ પરથી જ પલ્લવ વંશના રાજા નરસિંહ દ્વિતીયએ ચીન સાથે વ્યાપારી સંબંધોને પ્રોત્સાહન આપવા માટે પોતાના દૂતોને ચીન મોકલ્યા હતા. એટલા માટે મહાબલીપુરમનો સંબંધ ભારત અને ચીન બંને સાથે ખાસ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X