Video: દિલ્લીમાં યમુના નદીનુ જળ સ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચ્યુ
Yamuna River Overflow: દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે અને હવે તે ખતરાના નિશાનથી ઉપર વહી રહ્યું છે. જૂના રેલ્વે બ્રિજ પર યમુનાનું જળસ્તર 205.39 મીટરે પહોંચી ગયું છે.
સેન્ટ્રલ વૉટર કમિશનના ડેટા અનુસાર, પાણીનું સ્તર ઝડપથી વધ્યું છે અને તે 205.33 મીટરના ખતરાના નિશાનને વટાવીને મંગળવારે રાત્રે 10 વાગે 205.39 મીટર પર પહોંચી ગયું છે. ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદને કારણે નદીના જળસ્તરમાં ઝડપથી વધારો થયો છે.

CWC અનુસાર, યમુના નદીનું જળસ્તર બપોરે 3 વાગ્યે ખતરાના નિશાનને પાર કરી ગયું હતું. અહીં પાણીનું સ્તર 204.57 પર પહોંચી ગયું છે, જ્યારે ખતરાના નિશાન 204.5 મીટર છે.
સેરલ વોટર કમિશને આશંકા વ્યક્ત કરી છે કે બુધવારે પાણીનું સ્તર વધુ વધી શકે છે અને સવારે 5 વાગ્યે તે 205 મીટર સુધી પહોંચી શકે છે. એક મહિના પહેલા ભારે વરસાદને કારણે યમુનાનું જળસ્તર ઘણું વધી ગયું હતું. દિલ્હીમાં પૂર જેવી સ્થિતિ હતી. 13 જુલાઈએ યમુનાનું જળસ્તર રેકોર્ડ 208.66 મીટરે પહોંચ્યું હતું.
#WATCH | Delhi: Yamuna continues to overflow; latest morning visuals from Old Yamuna Bridge (Loha Pul) pic.twitter.com/JJ9YuSCpPX
— ANI (@ANI) August 16, 2023












Click it and Unblock the Notifications
