For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જામીન પર છૂટેલ યતિ નરસિંહાનંદે ફરીથી આપ્યુ વિવાદિત નિવદેન, કહ્યુ - હિંદુઓ વધુ બાળકો પેદા કરો

નફરત ફેલાવનારુ નિવેદન આપવાના કારણે મહંત યતિ નરસિંહાનંદને જેલ થઈ હતી પરંતુ જામીન પર જેલમાં બહાર આવ્યા બાદ પણ નરસિંહાનંદની જીભ કાબુમાં નથી.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ નફરત ફેલાવનારુ નિવેદન આપવાના કારણે મહંત યતિ નરસિંહાનંદને જેલ થઈ હતી પરંતુ જામીન પર જેલમાં બહાર આવ્યા બાદ પણ નરસિંહાનંદની જીભ કાબુમાં નથી. એક વાર ફરીથી તેમણે સમાજમાં ઝેર ફેલાવતુ નિવેદન આપ્યુ છે. રવિવારે નરસિંહાનંદે હિંદુઓને વધુ બાળકો પેદા કરવા માટે કહ્યુ છે જેનાથી ભારત ઈસ્લામિક દેશ ના બની શકે. તેમણે કહ્યુ કે દેશને હિંદુઓવિહીન થવાથી બચાવવા માટે હિંદુઓએ વધુ બાળકો પેદા કરવા જોઈએ. વળી, અખિલ ભારતીય પરિષદ હિમાચલ પ્રદેશના ઈન્ચાર્જ યતિ સત્યમેવાનંદ સરસ્વતીએ કહ્યુ કે ભારત લોકતાંત્રિત દેશ છે કારણકે અહીં હિંદુ બહુમતી છે.

yati

સત્યમેવાનંદ સરસ્વતીએ દાવો કર્યો છે કે મુસ્લિમો જાણી જોઈને વધુ બાળકો પેદા કરી રહ્યા છે, તે આયોજપૂર્વક આમ કરી રહ્યા છે. તેમણે આ નિવેદન હિમાચલ પ્રદેશના ઉના જિલ્લાના મુબારકપુરમાં આયોજિત ધર્મ સંસદના પહેલા દિવસે આપ્યુ છે. સરસ્વતીએ કહ્યુ કે આ કારણ છે કે અમારુ સંગઠન હિંદુઓેને વધુ બાળકો પેદા કરવા માટે કહે છે જેથી દેશને ઈસ્લામિક દેશ બનવાથી રોકી શકાય. આ ધર્મ સંસદમાં યતિ નરસિંહાનંદ, અન્નપૂર્ણા ભારતી સહિત ઘણા મહંતે ભાગ લીધો.

સરસ્વતીએ કહ્યુ કે ભારતને પણ પડોશી દેશ પાકિસ્તાનની જેમ મુસ્લિમ બહુમતી દેશ બનાવી દેવાશે. આના કારણેજ અમારુ સંગઠન લોકોને વધુ બાળકો પેદા કરવા માટે કહી રહ્યુ છે. જ્યારે તેમને પૂછવામાં આવ્યુ કે શું આ દેશની રાષ્ટ્રીય નીતિ વિરુદ્ધ નથી જેમાં ઓછા બાળકો પેદા કરવા માટે કહેવામાં આવે છે તો તેમણે કહ્યુ કે દેશમાં આ પ્રકારનો કોઈ કાયદો નથી જેમાં કહેવામાં આવ્યુ હોય કે માત્ર બે જ બાળકોને જન્મ આપો.

ઉના જિલ્લાના અંબ પોલિસ સ્ટેશનના એસએચઓએ વિવાદિત નિવેદનના કારણે નરસિંહાનંદ સામે પોલિસ એક્ટ 2007 હેઠળ કેસ નોંધી લીધો છે. તેમણે કહ્યુ કે કેસમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે નરસિંહાનંદની ગયા વર્ષે હરિદ્વારમાં આયોજિત ધર્મ સંસદમાં વિવાદિત નિવેદનના કારણે ધરપકડ કરવામાં આવી હતી. અહીં તેમણે મુસલમાનો સામે ભડકાઉ ભાષણ આપ્યુ હતુ.

English summary
Yati Narasimhanand released on bail again in controversial statement, said - Hindus give birth to more children
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X