પીળી સાડીવાળી પોલિંગ અધિકારી રીના દ્વિવેદીનો બદલાઈ ગયો લુક, હવે કાળા ચશ્મા, બ્લેક સ્લીવલેસ ટૉપમાં જોવા મળી

રીના દ્વિવેદી એક વાર ફરીથી ચર્ચાઓમાં આવી ગયા છે. જાણો કારણ.

લખનઉઃ 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન પીળી સાડીવાળી પોલિંગ અધિકારી રાતો-રાત સોશિયલ મીડિયા સેંસેશન બનવા સાથે-સાથે મીડિયામાં પણ છવાઈ ગઈ હતી જેનુ નામ હતુ રીના દ્વિવેદી. રીના દ્વિવેદી એક વાર ફરીથી ચર્ચાઓમાં આવી ગયા છે. વાસ્તવમાં, લખનઉ પ્રશાસને રીના દ્વિવેદીની ડ્યુટી વિધાનસભા ચૂંટણી 2022માં લગાવી દીધી અને તે પોલિંગ પાર્ટી સાથે 22 ફેબ્રુઆરીએ મતદાન કેન્દ્ર માટે રવાના થઈ ગયા છે. આ દરમિયાન રીના દ્વિવેદીનો લુક ઘણો બદલાયેલો જોવા મળ્યો.

રીના દ્વિવેદીની મોહનલાલગંજમાં લાગી છે ડ્યુટી

રીના દ્વિવેદીની મોહનલાલગંજમાં લાગી છે ડ્યુટી

વાસ્તવમાં, ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 શરુ થતાં જ સોશિયલ મીડિયા પર પીળી સાડીવાળી રીના દ્વિવેદીની ચર્ચા પણ શરુ થઈ ગઈ હતી. લોકો એ જાણવા માટે આતુર જોવા મળ્યા કે આ વખતે પીળી સાડીવાળા અધિકારી રીના દ્વિવેદીની ડ્યુટી કયા પોલિંગ બૂથ પર લગાવવામાં આવશે. તમને જણાવી દઈએ કે રીના દ્વિવેદીની ડ્યુટી ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022ના ચોથા તબક્કા માટે લખનઉના મોહનલાલગંજ વિધાનસભા વિસ્તારમાં લાગી છે.

રીના દ્વિવેદીનો સામે આવ્યો નવો લુક

રીના દ્વિવેદીનો સામે આવ્યો નવો લુક

પોલિંગ પાર્ટી સાથે રવાના થતા પહેલા રીના દ્વિવેદીના ફોટા સામે આવ્યા છે. જેમાં તેનો લુક ઘણો બદલાયેલો જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર રીના દ્વિવેદીના જે ફોટા સામે આવ્યા છે તેમાં એ ઘણા સ્ટાઈલિશ દેખાઈ રહી છે. વાસ્તવમાં, રીનાએ કાલા ચશ્મા, બ્લેક સ્લીવલેસ ટૉપ અને ઑફ વ્હાઈટ પેન્ટ પહેર્યુ હતુ. રીના દ્વિવેદીને નવા ગેટ અપમાં જોયા બદા ત્યાં ઘણી ભીડ એકઠી થઈ ગઈ. લોકો સાથે પોલિસકર્મી પણ તેમની સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા.

હું તો ફોલો કરુ છુ ફેશનઃ રીના

હું તો ફોલો કરુ છુ ફેશનઃ રીના

મતદાન ડ્યુટી પર રવાના થતા પહેલા સોશિયલ મીડિયાએ રીના દ્વિવેદી સાથે વાત કરી. આ દરમિયાન રીનાએ કહ્યુ કે આપણો હેતુ આ વખતે પણ વધુને વધુ મતદાન કરવાનો રહેશે. તેમણે કહ્યુ કે અમારી પૂરી કોશિશ રહેશે કે મતદારોને જાગૃત કરવા માટે મને જે પણ કામ સોંપવામાં આવે તેને હું સારી રીતે નિભાવી શકુ. ગેટઅપ બદલવાના સવાલ પર રીનાએ કહ્યુ કે હું તો ફેશનને ફોલો કરુ છે. મને દરેક સમયે અપડેટ રહેવાનુ પણ પસંદ છે. આ જ કારણ છે કે મે પોતાનો ગેટઅપ બદલ્યો છે.

બાળપણથી હતો ફિટ રહેવાનો શોખ

બાળપણથી હતો ફિટ રહેવાનો શોખ

ચૂંટણી ડ્યુટી દરમિયાન 'પીળી સાડી'વાલી મહિલા અધિકારીના નામથી જાણીતી લખનઉની રીના દ્વિવેદીને આ વખતે મોહનલાલગંજના બૂથમાં તૈનાત કરવામાં આવ્યા છે. 2019ના લોકસભા વિસ્તારમાં ચૂંટણીમાં તે નગરામમાં ડ્યુટી પર હતા જ્યારે 2017માં સરોજનીનગર વિધાનસભા વિસ્તારમાં તેમને તૈનાત કરવામાં આવ્યા હતા. રીના દ્વિવેદી મૂળ રીતે ઉત્તર પ્રદેશના દેવરિયા જિલ્લાના રહેવાસી છે. રીનાને બાળપણથી ફિટ રહેવાનો શોખ હતો. આ સાથે જ તેને ફોટોશૂટ કરાવવાનુ પણ ખૂબ ગમે છે.

પીળી સાડીમાં સોશિયલ મીડિયા પર મચાવી હતી ધમાલ

પીળી સાડીમાં સોશિયલ મીડિયા પર મચાવી હતી ધમાલ

રીના દ્વિવેદી લખનઉના પીડબ્લ્યુડી વિભાગમાં જૂનિયર આસિસન્ટના પદ પર તૈનાત છે. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન રીના મોહનલાલગંજના નગરામ પોલિંગ બૂથમાં ડ્યુટી પર હતા જ્યાં લેવામાં આવેલા ફોટાથી તેઓ ચર્ચામાં આવ્યા હતા. આ દરમિયાન તેમણે પીળા રંગની સાડી પહેરી હતી જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા. આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધમાલ મચાવી દીધી હતી.

2013માં થયુ હતુ પતિનુ નિધન

2013માં થયુ હતુ પતિનુ નિધન

રીના દ્વિવેદીના લગ્ન 2004માં પીડબ્લ્યુડી વિભાગમાં કામ કરતા સીનિયર સહાયક સંજય દ્વિવેદી સાથે થયા હતા પરંતુ 2013માં તેમના પતિનુ બિમારીના કારણે નિધન થઈ ગયુ હતુ. ત્યારબાદ તેમને પતિની જગ્યાએ નોકરી આપવામાં આવી. રીનાને એક 15 વર્ષનો દીકરો પણ છે પરંતુ તેમની ફિટનેસથી તેમની ઉંમરનો અંદાજો લગાવવો ખૂબ જ મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા સ્ટાર બની રીના દ્વિવેદી

સોશિયલ મીડિયા સ્ટાર બની રીના દ્વિવેદી

રીના દ્વિવેદી હવે સોશિયલ મીડિયા સ્ટાર બની ચૂકી છે. ઈન્સ્ટાગ્રામ પર તેમના બે લાખથી વધુ ફોલોઅર્સ છે. તેમના ફોટો અને વીડિયો લોકોને ખૂબ ગમે છે. રીનાને બાળપણથી જ પોતાને ફીટ રાખવાનો શોખ હતો. રીના કહે છે કે તે હંમેસા ડ્રેસ કોડનુ સિલેક્શન સમજી વિચારીને કરે છે જેનાથી તે સુંદર દેખાય.

'જે બૂથ પર લાગે છે ડ્યુટી, વધી જાય છે વોટિંગ ટકા'

'જે બૂથ પર લાગે છે ડ્યુટી, વધી જાય છે વોટિંગ ટકા'

રીના કહે છે કે 2019ની લોકસભા ચૂંટણી હોય કે પેટા ચૂંટણી મારી જે પણ બૂથ પર ડ્યુટી લાગે છે ત્યાં મતદાન ટકા સૌથી વધુ હોય છે. તેમણે કહ્યુ કે તે જે પણ પોલિંગ સ્ટેશન પર રહે છે ત્યાં લાઈનો લાગે છે. રીનાએ કહ્યુ કે ચૂંટણી દરમિયાન વધુને વધુ મતદારોએ આગળ વધીને ભાગ લેવો જોઈએ. અમારી પૂરી કોશિશ રહેશે કે મતદારોને જાગૃત કરવા માટે મને જે પણ કામ સોંપવામાં આવશે તેને સારી રીતે નિભાવવાની કોશિશ કરીશ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X