મોદી બને પીએમ ઉમેદવાર, અડવાણી બને માર્ગદર્શક: રામદેવ
નવી દિલ્હી, 9 જુલાઇ : યોગગુરુ બાબા રામદેવ આજકાલ રાજકારણમાં રસ લઇ રહ્યા છે. કાળાનાણાના મુદ્દા પર યુપીએ સરકારની સામે અભિયાન ચલાવી રહેલા બાબા રામદેવે બીજેપીને સમર્થનનો રાગ આલાપ્યો છે.
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વિચાર અને તેમની રાજનીતિના કાયલ યોગગુરુ બાબા રામદેવે એકવાર ફરી પીએમ પદના ઉમેદવાર માટે જોરદાર સમર્થન કર્યું છે. રામદેવે કહ્યું કે મોદી વાસ્તવમાં દેશના પ્રધાનમંત્રી બનવાના લાયક છે. જ્યારે બાબાએ ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને માર્ગદર્શકની ભૂમિકા નિભાવવાની સલાહ આપી છે.
નાગપૂરમાં એક યુવા સ્વાભિમાન કાર્યક્રમમાં ભાગ લેવામાં આવેલા બાબા રામદેવે કહ્યું કે મોદીની પાસે વિચાર છે. તેમનામાં નેતૃત્વ કરવાની ક્ષમતા છે, આવામાં અમે તેમને પ્રધાનમંત્રીના રૂપમાં જોવા માંગીએ છીએ. માટે તેમનું સમર્થન કરવા માંગીએ છીએ. જ્યારે બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને વૃદ્ધ ગણાવી કહ્યું કે તેમની ભૂમિકા એક માર્ગદર્શકની છે.

રામદેવે યુપીએ સરકારની યોજનાઓની ટીકા કરતા સરકારને પણ કઠેરામાં રાખતા જણાવ્યું કે ખાદ્ય સુરક્ષા સંબંધી કવાયદ, કાળાનાણા અને ભ્રષ્ટાચાર તરફથી જનતાનું ધ્યાન હટાવવાનો પ્રયાસ છે.












Click it and Unblock the Notifications
