For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

શપથગ્રહણ સમારંભ માટે યોગી આદિત્યનાથે કર્યો મુલાયમ, અખિલેશ અને માયાવતીને ફોન, પર્સનલી આપ્યુ આમંત્રણ

ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભ માટે કોને-કોને આમંત્રણ મળ્યુ છે, જાણો.

|
Google Oneindia Gujarati News

લખનઉઃ ઉત્તર પ્રદેશના કાર્યવાહક મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભને ભવ્ય બનાવવાની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. શુક્રવારે યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી પદના શપથ લઈને પોતાના બીજા કાર્યકાળની શરુઆત કરશે. આ દરમિયાન સમાચાર છે કે યોગી આદિત્યનાથે મુલાયમ સિંહ યાદવ, અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતીને ફોન કરીને શપથ ગ્રહણ સમારંભમાં આવવાનુ આમંત્રણ આપી દીધુ છે. જો કે, આ ત્રણે નેતા આજના કાર્યક્રમમાં શામેલ થશે કે નહિ એ જોવાની વાત રહેશે.

yogi

કોને-કોને મળ્યુ છે આમંત્રણ

તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારંભ માટે તમામ વિપક્ષી નેતાઓને આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધીનુ પણ નામ શામેલ છે. મુલાયમ સિંહ યાદવ અને અખિલેશ યાદવે પણ ઔપચારિક રીતે આમંત્રણ મોકલવામાં આવ્યુ છે. આ ઉપરાંત ઘણા ઉદ્યોગપતિઓ અને ફિલ્મ સ્ટાર્સને પણ શપથ ગ્રહણમાં આવવાનુ આમંત્રણ મોકલવામાં આવ્યુ છે.

શપથ ગ્રહણમાં જઈ શકે છે મુલાયમ!

તમને જણાવી દઈએ કે યોગીના શપથ ગ્રહણ સમારંભમાં મુલાયમ સિંહ યાદવના શામેલ થવાની અટકળો લગાવવામાં આવી રહી છે કારણકે આ શપથ ગ્રહણમાં તેમની વહુ અપર્ણા યાદવ પણ હશે. એવામાં માનવામાં આવી રહ્યુ છે કે મુલાયમ અહીં ઉપસ્થિત હોઈ શકે છે. વળી, અખિલેશના શપથ ગ્રહણમાં આવવા અંગે સસ્પેન્સ છે કારણકે અખિલેશે મીડિયા સાથે વાત કરીને પહેલા જ કહ્યુ હતુ કે તેમને ના તો બોલાવવામાં આવશે અને બની શકે તે જાય પણ નહિ.

સાંજે 4 વાગે શપથ લેશે યોગી

તમને જણાવી દઈએ કે યોગી આદિત્યનાથ શુક્રવારે એટલે કે આજે સાંજે 4 વાગે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આના માટે તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. ગુરુવારે લખનઉના લોકભવનમાં ભાજપ ધારાસભ્ય દળની બેઠક થઈ જેમાં યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા ચૂંટી લેવામાં આવ્યા. ત્યારબાદ યોગીએ રાજ્યપાલ આનંદીબેન પટેલ સાથે મુલાકાત કરી અને સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો.

English summary
Yogi adityanath call to Mulayam, akhilesh and Mayawati for invite oath ceremony
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X