Yogi Adityanath Oath Ceremony Live: આજે મુખ્યમંત્રી પદના શપથ લેશે યોગી આદિત્યનાથ

Yogi Adityanath Oath Ceremony Live: મુખ્યમંત્રી પદના શપથ લેશે યોગી આદિત્યનાથ

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળ્યા બાદ યોગી આદિત્યનાથ શુક્રવારે રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. યુપીમાં સીએમ તરીકે યોગી આદિત્યનાથનો આ બીજો કાર્યકાળ હશે. તે પહેલાં આજે લખનઉમાં ભાજપના ધારાસભ્યોની બેઠક મળી, જેમાં યોગી આદિત્યનાથને ધારાસભ્ય દળના નેતા ચૂંટવામાં આવ્યા. કાલે શુક્રવારે થનાર શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ સામેલ હશે. યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહના લાઇવ અપડેટ મેળવો.

yogi adityanath

Mar 25, 2022, 4:45 pm IST

અનિલ રાજભરે યોગી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, વારાણસીની શિવપુર સીટથી ધારાસભ્ય ચૂંટાયા છે અનિલ રાજભર
Mar 25, 2022, 4:44 pm IST

યોગી મંત્રિમંડળમાં કેબિનેટ મંત્રી તરીકે ભૂપેન્દ્ર સિંહ ચૌધરીએ શપથ લીધા, પાછલી સરકારમાં ભૂપેન્દ્ર ચૌધરી પંચાયતી રાજ મંત્રી હતા
Mar 25, 2022, 4:43 pm IST

નંદગોપાલ ગુપ્તા નંદીએ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, અલ્હાબાદ દક્ષિણ સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે નંદગોપાલ ગુપ્તા નંદી
Mar 25, 2022, 4:39 pm IST

ધર્મપાલ સિંહે યુપી સરકારમા કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, આગરાની એત્માદપુર સીટથી ધારાસભ્ય ચૂંટાયા છે ધર્મપાલ સિંહ
Mar 25, 2022, 4:39 pm IST

લક્ષ્મી નારાયણ ચૌધરીએ યુપીના કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, છાતા વિધાનસભા સીટથી પાંચમી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા લક્ષ્મી નારાયણ ચૌધરી
Mar 25, 2022, 4:38 pm IST

યુપીની આગરા ગ્રામીણ વિધાનસભા સીટથી ધારાસભ્ય બેબી રાની મૌર્યએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, ઉત્તરાખંડના રાજ્યપાલ રહી ચૂક્યાં છે બેબી રાની મૌર્ય
Mar 25, 2022, 4:36 pm IST

યોગી આદિત્યનાથના શપથ વિધિ કાર્યક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર પણ ઉપસ્થિત રહ્યા.
Mar 25, 2022, 4:35 pm IST

સ્વતંત્ર દેવ સિંહે યુપી સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા
Mar 25, 2022, 4:35 pm IST

સૂર્ય પ્રતાપ શાહીએ યુપી સરકારમાં કેબિનેટ મંત્રી પદના શપથ લીધા, ઉત્તર પ્રદેશની દેવરિયા જિલ્લાની કસિયા સીટથી ધારાસભ્ય છે સૂર્ય પ્રતાપ સિંહ
Mar 25, 2022, 4:34 pm IST

સુરેશ ખન્નાએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા, યુપીની શાહજહાંપુર સીટથી ધારાસભ્ય છે સુરેશ ખન્ના
Mar 25, 2022, 4:34 pm IST

બ્રિજેશ પાઠકે યુપીના બીજા ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લેવડાવ્યા, લખનઉ કેન્ટ વિધનસભા સીટથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે બ્રિજેશ પાઠક.
Mar 25, 2022, 4:33 pm IST

કેશવ પ્રસાદ મૌર્યએ ઉત્તર પ્રદેશના ડેપ્યૂટી સીએમ તરીકે શપથ લીધા, સિરાથૂ સીટથી ચૂંટણી હારવા છતાં ભાજપે ડેપ્યૂટી સીએમ બનાવ્યા.
Mar 25, 2022, 4:33 pm IST

યોગી આદિત્યનાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા, રાજ્યપાલ આનંદી બેન પટેલે સીએમ પદના શપથ અપાવ્યા.
Mar 25, 2022, 4:26 pm IST

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા ઈનાકા સ્ટેડિયમ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Mar 25, 2022, 4:18 pm IST

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડા સ્ટેજ પર પહોંચ્યા, થોડીવારમાં જ શપથ ગ્રહણ સમારોહ યોજાશે.
Mar 25, 2022, 4:18 pm IST

સ્ટેજ પર રક્ષામંત્રી રાજનાથ સિંહ, હરિયાણાના સીએમ મનોહર લાલ ખટ્ટર અને હિમાચલ પ્રદેશના સીએમ જયરામ ઠાકુર પણ હાજર છે.
Mar 25, 2022, 4:05 pm IST

સ્ટેજ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ઈંતેજાર, થોડીવારમાં જ યોગી આદિત્યનાથ અને તેમના કેબિનેટના શપથ ગ્રહણ થશે.
Mar 25, 2022, 4:02 pm IST

સ્ટેજ પર ભાજપ શાસિત રાજ્યોના તમામ મુખ્યમંત્રી હાજર, યોગી આદિત્યનાથે બધા જ મહેમાનોનું સ્વાગત કર્યું.
Mar 25, 2022, 4:01 pm IST

યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેવા માટે લખનઉના ઈકાના સ્ટેડિયમ પહોંચ્યા ગૃહમંત્રી અમિત શાહ
Mar 25, 2022, 3:58 pm IST

ઉત્તર પ્રદેશના ભાવી સીએમ યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા લખનઉ પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી
Mar 25, 2022, 3:11 pm IST

શપથ ગ્રહણ સમારોહ પહેલાં તૈયારીઓનો રિપોર્ટ લેવા ઈનાકા સ્ટેડિયમ પહોંચ્યા પ્રસાદ મૌર્ય, ડેપ્યૂટી સીએમ તરીકે કેશવ પ્રસાદ મૌર્યના નામની ચર્ચા.
Mar 25, 2022, 3:11 pm IST

લખનઉ એરપોર્ટ પર હલચલ વધી, શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે વીઆઈપી મહેમાનોનું આગમન શરૂ.
Mar 25, 2022, 3:10 pm IST

થોડી વારમાં જ લખનઉ એરપોર્ટ પહોંચશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સ્વાગત માટે પોતાના આવાસથી એરપોર્ટ માટે રવાના થયા યોગી આદિત્યનાથ
Mar 25, 2022, 9:07 am IST

સૂત્રોના હવાલેથી અહેવાલ મળ્યા છે કે ઉત્તરાખંડના પૂર્વ રાજ્યપાલ અને પાર્ટીના મોટા દલિત ચહેરા બેબી રાની મૌર્યને યોગી આદિત્યનાથ કેબિનેટમાં મહત્વની જવાબદારી મળી શકે છે.
Mar 25, 2022, 9:07 am IST

ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 403 સીટમાંથી 273 સીટ પર જીત હાંસલ કરી છે, શપથ ગ્રહણને ભવ્ય બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે.
Mar 25, 2022, 9:06 am IST

લખનઉના અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહની તૈયારીઓ ચાલુ, સાંજે 4 વાગ્યે શપથ ગ્રહણ સમારોહ આયોજિત થશે.
Mar 24, 2022, 9:15 pm IST

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી સહિત 60 શીર્ષ ઉદ્યોગપતિઓને યોગી આદિત્યનાથના શપથ ગ્રહણ સમારોહનું આમંત્રણ મોકલવામાં આવ્યું છે.
Mar 24, 2022, 9:15 pm IST

શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને પાર્ટી અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સામેલ થશે.
Mar 24, 2022, 9:15 pm IST

યુપીમાં સીએમ તરીકે યોગી આદિત્યનાથનો બીજો કાર્યકાળ શરૂ થશે, લખનઉના અટલ બિહારી વાજપેયી ઈકાના ક્રિકેટ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારોહ આયોજિત થશે.
Mar 24, 2022, 9:14 pm IST

ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં યોગી આદિત્યનાથને દળના નેતા ચૂંટવામાં આવ્યા, કાલે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે યોગી આદિત્યનાથ.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X