યુપી સ્થાનિક ચૂંટણીમાં ચાલ્યો યોગી આદિત્યનાથનો જાદૂ
યુપી સ્થાનિક ચૂંટણીમાં સીએમ યોગી આદિત્યનાથનો જાદૂ ચાલી ગયો. મહાનગરપાલિકા, નગરપાલિકા અને નગર પંચાયત સુધી બધી જગ્યાએ ભાજપે બઢત મેળવી લીધી છે. ઝાંસી મેયર પદ પર બિહારી લાલ યોદવની જીત સાથે જ ભાજપ 17માંથી 15 પર બઢત બનાવી ચૂકી છે.

આવી જ રીતે નગરપાલિકાની 199 સીટમાંથી 98 સીટ અને નગર પંચાયતની 544 સીટમાંથી 236 સીટ પર ભાજપના ઉમેદવાર આગળ ચાલી રહ્યા છે. આગામી વર્ષે થનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી યુપીની સ્થાનિક ચૂંટણીઓ ખૂબ મહત્વપૂર્ણ છે. આ પહેલી ચૂંટણી છે જેમાં ભાજપનું પ્રદર્શન માત્ર યોગી આદિત્યનાથના ખાતામાં ગયું છે.
યોગી આદિત્યનાથની આગેવાનીમાં જ્યાં ભાજપની બલ્લે બલ્લે છે ત્યાં જ સપા અને બસપા બેહાલ જણાઇ રહી છે. હવે સવાલ એ છે કે શું સ્થાનિક ચૂંટણીના પરિણામથી પાઠ ભણી સપા મુખિયા અખિલેશ યાદવ અને બસપા સુપ્રીમો માયાવતી 2024 માટે પોતપોતાની રણનીતિ બદલશે?
2017માં ઉત્તર પ્રદેશના સીએમ બન્યા બાદ અત્યાર સુધી રાજ્યમાં થયેલ ચૂંટણીઓ પર નજર નાખીએ તો દર વખતે યોગીની છબી પહેલેથી જ મજબૂત થઇને ઉભરી છે. 2017માં ભાજપને પ્રચંડ બહુમત મળ્યા બાદ યોગી સીએમ બની ગયા તો તેમની આગેવાનીમાં 2017માં અહીં પહેલી વખત સ્થાનિક ચૂંટણી લડાઇ. તે ચૂંટણીમાં ભાજપે 16 નગર નિગમોમાંથી 14 પર જીત હાંસલ કરી હતી.
એટલું જ નહીં, ભાજપે 70 નગર પાલિકા અધ્યક્ષ અને નગર પંચાયતોની 100 સીટ પર જીત સાથે જ શાનદાર પ્રદર્શન કર્યું હતું. જો કે ત્યારે પણ પરિણામ આવ્યા બાદ પીએમ મોદીએ યોગી આદિત્યનાથ અને તેમની ટીમના ખુબ વખાણ કર્યા હતા.












Click it and Unblock the Notifications
