For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અયોધ્યામાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભગવાન રામના દર્શન કર્યા

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિવાળીના શુભ અવસરે ભગવાન રામના દર્શન કરવા પહોંચ્યા છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આજે દિવાળીના શુભ અવસરે ભગવાન રામના દર્શન કરવા પહોંચ્યા છે. અહીં મુખ્યમંત્રીએ ભગવાન રામના દર્શન કર્યા પછી પૂજા કરી. આ પહેલા મુખ્યમંત્રીએ હનુમાનગઢીમાં પણ દર્શન કર્યા. અહીં મુખ્યમંત્રી કનક ભવન, સુગ્રીવ કિલા અને અયોધ્યામાં લાગનાર ભગવાન રામની પ્રતિમાની મુલાકાત લેશે. તેની સાથે તેઓ સંતો સાથે મુલાકાત કરીને ગોરખપુર જવા માટે રવાના થશે.

yogi adityanath

આપને જણાવી દઈએ કે આ પહેલા દિવાળીના અવસરે 6 નવેમ્બરે વિદેશી કલાકારોએ રંગારંગ પ્રસ્તુતિ આપી હતી. તેની સાથે સાથે ભવ્ય આતીશબાજી સાથે 3.20 લાખ દિવા એકસાથે સળગાવીને તેમને ગિનીઝ બુક વર્લ્ડ રેકોર્ડ પણ બનાવ્યો હતો. અયોધ્યામાં ઘણી જગ્યાઓ પર દીવાઓનો શુભારંભ ભગવાન રામની લીલાઓ પર આધારિત પ્રસ્તુતિ ઘ્વારા કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં લોકો તેને જોવા માટે ભેગા થયા હતા. આ કાર્યક્રમમાં દક્ષિણ કોરિયાની પ્રથમ મહિલા પણ મુખ્ય મહેમાન તરીકે પહોંચી હતી.

આ પણ વાંચો: બધી તૈયારીઓ સંપન્ન, પુષ્પક વિમાનથી અયોધ્યા આવશે રામ-સીતા

ધ્યાન આપવા જેવી બાબત છે કે શાસ્ત્રો અનુસાર અયોધ્યામાં 7092 મી દિવાળી છે. જયારે ભગવાન શ્રી રામ લંકાથી અયોધ્યા આવ્યા ત્યારે તેમને આ મુસાફરીમાં લગભગ 24 દિવસ લાગ્યા હતા. જયારે તેઓ અયોધ્યા પહોંચ્યા ત્યારે સરયૂ નદી પાસે અયોધ્યાવાસીઓની ભીડ જમા થઇ હતી. આ વખતે પણ સરયૂ તટ પર લેઝર લાઈટ શૉ ઘ્વારા એવું જ દ્રશ્ય પ્રદર્શિત કરવાની કોશિશ કરવામાં આવી છે.

આ પણ વાંચો: કાશ્મીરમાં હિંદુ રાજાઓ હતા ત્યાં સુધી હિંદુ અને શીખ સુરક્ષિત હતાઃ સીએમ યોગી

English summary
Yogi Adityanath visits Ram Lala and Hanumangarhi after mega event in Ayodhya
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X