યોગી આદિત્યનાથે છઠ મહાપર્વની શુભેચ્છા પાઠવી
દેશના વિવિધ ભાગોમાં છઠ મહાપર્વને ધૂમધામથી ઉજવવામાં આવી રહ્યો છે. આ મહાપર્વનો આજે ત્રીજો દિવસ છે. આજના દિવસે સંધ્યા અર્ધ્ય આપવામાં આવે છે. ચાર દિવસ ચાલતા આ પર્વનો ત્રીજો દિવસ બહુ ખાસ હોય છે.

મહિલાઓ આજે સાંજે પરિવાર સાથે ઘાટ પર જાય છે અને અહીં કમર સુધી પાણીમાં ઉભા રહી ડૂબતા સૂર્યની પૂજા કરે છે. આ અવસર પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને શઉભેચ્છા પાઠવી છે.
યોગી આદિત્યનાથે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી લખ્યું, સૂર્યોપાસના અને લોક આસ્થાના મહાપર્વ 'છઠ'ની તમામ શ્રદ્ધાળુઓ અને રાજ્યના રહેવાસીઓને હાર્દિક શુભેચ્છા અને શુભકામના. ભગવાન ભાસ્કર અને છઠી મૈયાના પાવન આશિર્વાદથી ચારો તરફ જગત સુખ, સમૃદ્ધિ અને સૌભાગ્યના આલોકથી આલોકિત રહે, આ અભિલાષા છે.
એવી માન્યતા છે કે સંપૂર્ણ શ્રદ્ધા સાથે છઠ માતા અે સૂર્ય દેવની પૂજા કરવાથી કેટલીય મનોકામનાઓ પૂર્ણ થાય છે. છઠના ત્રીજા દિવસે સૂર્ય દેવતાની મુખ્ય પૂજા થાય છે. આ દિવસે વ્રત રાખતી મહિલાઓ ઘાટ પર આવે છે. આજે સાંજે 5.26 વાગ્યા સૂર્યાસ્ત થશે, એવામાં મહિલાઓ સૂર્ય દેવતાને અર્ધ્ય આપશે.












Click it and Unblock the Notifications
