UP News: 2024 પહેલા ડૉક્ટરોની રિટાયરમેન્ટ ઉંમર વધારશે સરકાર? સીએમ યોગીએ આપ્યા મોટા સંકેત
Uttar Pradesh chief minister Yogi Adityanath: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકસભા ચૂંટણી પહેલા મોટો દાવ રમવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. યોગી સરકાર ટૂંક સમયમાં યુપીના ડૉક્ટરોને મોટી ભેટ આપી શકે છે. સીએમ યોગીએ હવે ડૉકટરોની નિવૃત્તિ વય વધારવાનો સંકેત આપ્યો છે. આને ચૂંટણી પહેલા સરકારના મોટા પગલા તરીકે જોવામાં આવી રહી છે.
સીએમ યોગીએ અધિકારીઓને ઉત્તર પ્રદેશની સરકારી હૉસ્પિટલોમાં સેવા આપતા ડોકટરોની નિવૃત્તિની વય વધારવા અને તમામ રાજ્ય સંચાલિત આરોગ્ય સુવિધાઓમાં ડૉકટરોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે ડૉકટરોની પુનઃ રોજગારી માટેની માર્ગદર્શિકામાં સુધારો કરવા અંગે વિચારણા કરવાનો નિર્દેશ આપ્યો હતો.

રાજ્યમાં સરકારી ડૉકટરોની વર્તમાન નિવૃત્તિ વય 62 વર્ષ છે જે વધારીને 65 વર્ષ કરવામાં આવી શકે છે. બુધવારે એક ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું, "રાજ્યની તમામ સરકારી હૉસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રોમાં લાયકાત ધરાવતા અને કુશળ ડૉકટરોની નિમણૂક થવી જોઈએ. કોઈ પણ જગ્યા ક્યાંય ખાલી ન રહેવી જોઈએ.''
મુખ્યમંત્રીએ કહ્યું કે હૉસ્પિટલોમાં નિષ્ણાત તબીબોની ઉપલબ્ધતા અત્યંત મહત્વની છે. યોગી આદિત્યનાથે કહ્યું કે હાલમાં નિષ્ણાત ડૉક્ટરો સીધી ભરતી અને સામાન્ય ડૉક્ટરોની વિશેષ તાલીમ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા છે, પરંતુ ભવિષ્યમાં અન્ય વિકલ્પો પર પણ વિચાર કરવો જોઈએ.
તેમણે કહ્યું કે આરોગ્ય ક્ષેત્રે કામ કરતી ઘણી ટોચની સંસ્થાઓએ લોકોને ઉચ્ચ ગુણવત્તાની આરોગ્યસંભાળ પૂરી પાડવા માટે રાજ્યના મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિકાસ વિભાગોમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી છે. તેમણે કહ્યું કે આરોગ્ય વિભાગે પછાત વિસ્તારોમાં હોસ્પિટલોના વિકાસ માટે ખાનગી રોકાણને પ્રોત્સાહિત કરવા સારી નીતિ બનાવવી જોઈએ.
આઠ પછાત મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને 100 મહત્વાકાંક્ષી વિકાસ બ્લોકના સર્વાંગી વિકાસ માટેના પ્રયાસો અપેક્ષિત પરિણામો આપી રહ્યા છે તેમ જણાવતા તેમણે કહ્યું કે આ વિસ્તારોમાં રહેતા લોકોને સારી આરોગ્ય સુવિધાઓ સરળતાથી મળી રહે તે માટે રાજ્ય સરકાર તમામ જરૂરી વ્યવસ્થા કરવા પ્રતિબદ્ધ છે.
અધિકારીઓને નવી નીતિ ઘડતી વખતે ખાનગી ક્ષેત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખવાનું કહેતા, તેમણે કહ્યું, "પ્રારંભિક તબક્કામાં, આપણે આ વિસ્તારોમાં ઓછામાં ઓછી 50 પથારીની ક્ષમતા ધરાવતી હૉસ્પિટલ સ્થાપવા પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. આ પ્રયાસ મહત્વાકાંક્ષી જિલ્લાઓ અને વિકાસ બ્લોક્સમાં ગુણવત્તાયુક્ત આરોગ્યસંભાળ સેવાઓની ઉપલબ્ધતાને સરળ બનાવવા માટે ખૂબ મદદરુપ સાબિત થશે.''
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં કમોસમી વરસાદનું સંકટ: બે સિસ્ટમ સક્રિય થતાં 4 એપ્રિલ સુધી માવઠાની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ










Click it and Unblock the Notifications
