UP News: બુંદેલખંડ માટે ગેમ ચેન્જર સાબિત થશે યોગી સરકારનો ગ્રીન એનર્જી પ્રોજેક્ટ

Uttar Pradesh News: ઉત્તર પ્રદેશ સરકારે હવે યુપીમાં ગ્રીન એનર્જી કૉરિડોર વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યુ છે. રાજ્ય સરકારનો દાવો છે કે આ યોજનાથી બુંદેલખંડને ઘણો ફાયદો થશે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારનો આ પ્રોજેક્ટ બુંદેલખંડ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. સરકારનો દાવો છે કે આ યોજના પાછળ ચાર હજાર કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ થશે.

cm yogi

યોગી સરકારનુ સૌર ઉર્જા પરિયોજનાઓ પર ફોકસ

કેબિનેટે બુધવારે રાજ્યના બુંદેલખંડ પ્રદેશમાં વિવિધ સૌર ઉર્જા પ્રોજેક્ટ્સમાંથી ઉત્પન્ન થનારી 4,000 મેગાવોટ વીજળીનો ઉપયોગ કરવા માટે ગ્રીન એનર્જી કૉરિડોર પ્રોજેક્ટને મંજૂરી આપી હતી. અધિકારીઓનું માનીએ તો, વિવિધ સોલાર પાવર પ્રોજેક્ટ્સમાંથી પાવરનો ઉપયોગ કરવા માટે રૂ. 4,786 કરોડના ખર્ચે 2,172-કિમી લાંબી ટ્રાન્સમિશન લાઇનને મંજૂરી આપવામાં આવી છે.

બુંદેલખંડના ત્રણ જિલ્લાઓમાં બનશે વિજળી

ઉર્જા મંત્રી એકે શર્માએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર પ્રોજેક્ટ ખર્ચના 20% ફાળો આપશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર ખર્ચના 33% ભોગવશે જ્યારે જર્મન કંપની બાકીના 47% ફાળો આપશે. બુંદેલખંડ પ્રદેશમાં ઝાંસી, લલિતપુર અને જાલૌનમાં બનાવવામાં આવનાર સોલાર પાર્ક વીજળી ઉત્પન્ન કરશે. આ યોજનામાં 765 KVના એક પાવર સબસ્ટેશન, 400 KVના ત્રણ સબસ્ટેશન, 220 KVના 10 સબસ્ટેશન અને 132 KVના છ સબસ્ટેશનનો સમાવેશ થાય છે. તેમણે કહ્યું કે બેથી ત્રણ વર્ષમાં તેનો અમલ કરવામાં આવશે.

ઑપ્ટીકલ ફાઈબર લાઈનો નાખવા પર જોર

કેબિનેટે ઓપ્ટિકલ ફાઈબર લાઈન દ્વારા રાજ્ય સ્તરના ડેટા સેન્ટર સાથે વધુ પાવર સબ-સ્ટેશનો જોડવાના પ્રસ્તાવને પણ મંજૂરી આપી હતી. શર્માએ જણાવ્યું હતું કે 125 KV સબસ્ટેશનને 10,000 કિલોમીટરની ઓપ્ટિકલ ફાઇબર લાઇન દ્વારા ડેટા સેન્ટર સાથે જોડવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે 132 KV સબ-સ્ટેશનોને ડેટા સેન્ટરો સાથે જોડવા માટે 6,636 કિલોમીટર લાંબી વધુ ઓપ્ટિકલ ફાઈબર લાઈનો નાખવામાં આવશે.

ગ્રીન કૉરિડોર યોજનામાં ત્રણ ટકા યોગદાન આપશે યોગી સરકાર

359 કરોડના પ્રોજેક્ટમાં કેન્દ્ર સરકાર 151 કરોડની સબસિડી આપશે જ્યારે રાજ્ય સરકાર પ્રોજેક્ટ ખર્ચના 3% ફાળો આપશે. બાકીની રકમ લોન દ્વારા ગોઠવવામાં આવશે. આ ડેટાના સરળ પ્રવાહમાં મદદ કરશે અને ડેટાના પ્રવાહ વિશે રેકોર્ડ હશે. રાજ્ય સરકારે છેલ્લા એક વર્ષમાં રૂ. 260 કરોડ કમાવવા માટે ઉપલબ્ધ ક્ષમતાનો ઉપયોગ કરવા ટેલિકોમ કંપનીઓ સાથે જોડાણ કર્યું છે. તેણે કહ્યું કે તેને 69 કરોડની રકમ મળી ચૂકી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X