નોઇડાની જેમ જ બુંદેલખંડનો વિકાસ કરશે યોગી સરકાર
ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ઈચ્છા મુજબ બુંદેલખંડ ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણ (BIDA)એ પોતાની કવાયત શરૂ કરી દીધી છે. સરકાર સાથે જોડાયેલા અધિકારીઓ મુજબ ઝાંસીના 36 ગામમાં 14258 હેક્ટર ભૂમિ પર ઔદ્યોગિક, આવાસીય, વાણિજ્યિક ટાઉનશિપ વિકસિત કરવામાં આવશે.

સરકારની યોજના બીડાને નોઇડા-ગ્રેટર નોઈડાની જેમ એક ઔદ્યોગિક, વાણિજ્યિક અને આવાસીય ટાઉનશિપ બનાવવાની છે અને તેનાથી બુંદેલખંડના અન્ય ક્ષેત્રોની ઔદ્યોગિક એકમોને અહીં લાવવા માટે પ્રોત્સાહન મળશે.
અધિકારીઓએ જણાવ્યું કે 14258 હેક્ટર ભૂમિ પર ઔદ્યોગિક, આવાસીય, વાણિજ્યિક ટાઉનશિપ અને ક્લસ્ટર વિકસિત કરવામાં આવશે જે ઝાંસીથી સદર તાલુકાના 36 ગામમાં ખરીદવામાં આવશે જે આ પ્રાધિકરણનું કેન્દ્ર હશે.
યૂપી રાજ્ય ઔદ્યોગિક વિકાસ પ્રાધિકરણની ગાઈડલાઈન જાહેર થયા બાદ જમીનની ખરીદી શરૂ થઇ જશે. બુંદેલખંડમાં એક એરપોર્ટનો પ્રસ્તાવ છે, જે મધ્ય પ્રદેશની બોર્ડર નજીક હશે. શરૂઆતમાં એરપોર્ટ ઘરેલૂ એરલાઈન્સને સમાયોજિત કરશે પરંતુ બાદમાં જરૂરિયાત મુજબ તેને વધારવામાં આવી શકે છે.
યૂપીસિડાના અધિકારીઓએ કહ્યું કે મધ્ય પ્રદેશના બુંદેલખંડ વિસ્તારમાં યૂપીની સરખામણીએ સારો વિકાસ થયો છે. તેમણે કહ્યું કે ગ્વાલિયર ક્ષેત્રમાં કેટલાય ઔદ્યોગિક ક્ષેત્ર છે અને મધ્ય પ્રદેશ નજીક એક એરપોર્ટ માત્ર બુંદેલખંડમાં ઔદ્યોગીકરણને ધક્કો આપવામાં ઉત્તર પ્રદેશની મદદ કરશે.












Click it and Unblock the Notifications
