વિદ્યાર્થીઓ માટે યોગી સરકાર શરૂ કરશે AVSAR, જાણો ખાસિયત

ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર હવે કેન્દ્ર સરકારના આધાર કાર્ડની જેમ જ વિદ્યાર્થીઓ માટે એક વિશેષ ઓળખ કાર્ડ જાહેર કરવા પર વિચારણા કરી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે AVSAR (Accured Verified Student Achievement Record)ના માધ્યમથી પ્રત્યેક વિદ્યાર્થીનું એક ડિજિટલ ખાતું ખોલવામાં આવશે જેમાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક રેકોર્ડનો પૂર્ણ રેકોર્ડ હશે.

CM Yogi Adityanath

રાજ્ય સરકાર જલદી જ આધાર કાર્ડની જેમ પ્રત્યેક બાળક માટે એક વિશિષ્ટ વિદ્યાર્થી ઓળખ પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ માટે આઈડી તેમના પ્રવેશના સમયે બનાવવામમાં આવશે અને જ્યાં સુધી તેઓ પોતાના માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ચાલુ રાખશે ત્યાં સુધી જ તે પણ રહેશે.

યૂપીની સ્કૂલ શિક્ષણ ડાયરેક્ટર વિજય કિરણ આનંદે કહે છે કે, અમે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સામે એક પ્રેજેંટેશન આપી દીધું છે અને કેબિનેટની સહમતિ મળતાં જ યોજના શરૂ કરી દેવામાં આવશે. જો કે વિભાગના અધિકારી જણાવે છે કે યૂએલપીનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પાસે પોતાના ડેટાનું સ્વામિત્વ હોય અને માત્ર તેમની સહમતિથી જ તેમના ડેટાનો ઉપયોગ કરવામમાં આવે તે સુનિશ્ચિત કરવાનું છે.

અધિકારીઓનું કહેવું છે કે વિદ્યાર્થીઓ માટે આઈડી તેમના પ્રવેશ સમયે બનાવવામમાં આવશે અને જ્યાં સુધી તેઓ પોતાના માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ ચાલુ ચાલુ રખશે ત્યાં સુધી તે પણ ચાલુ રહેશે. પ્રત્યેક ધોરણમાં બાળકોની પ્રગતિ નોંધવામાં આવશે અને તેનાથી તેમના શીખવાની ક્ષમતા અને તેની ક્ષમતા જાણવામાં મદદ મળશે. આની સાથે જોડાયેલા ડિજિટલ ખાતામાં વિદ્યાર્થીઓના શૈક્ષણિક પ્રગતિનું વિવરણ નોંધવામાં આવશે.

શૈક્ષણિક સંસ્થાન એ સુનિશ્ચિત કરવા માટે જવાબદાર હશે કે બાળકના તમામ વિવરણ યોગ્ય રીતે નોંધવામાં આવ્યાં છે. યૂનિક આઈડી સરકારને લાભાર્થી વિદ્યાર્થીઓના ખાતામાં શિષ્યવૃત્તિ રાશિ મોકલવામાં મદદ કરશે. આ પહેલથી તમામ પ્રકારની ગડબડીઓ પર પણ અંકુશ લગાવવામાં મદદ મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X