યોગીનો ધારદાર પ્રચાર અને 55 રેલીએ ભાજપને યુપીમાં અપાવી સફળતા
ઉત્તર પ્રદેશ સ્થાનિક ચૂંટણીના પરિણામ આજે આવી ગયાં છે. રાજ્યના તમામ 17 નિગમોમાં ભાજપના મેયર બનતા જણાઇ રહ્યા છે. તો નગરપાલિકા ચૂંટણીમાં પણ અડધા શહેરોમાં ભાજપના ઉમેદવાર આગળ છે. આ સ્થિતિ નગર પંચાયત ચૂંટણીમાં પણ છે. બપોરના 2 વાગ્યા સુધીના અપડેટ પ્રમાણે 544 નગર પંચાયતોમાં ભાજપના અધ્યક્ષ પદના ઉમેદવાર સૌથી વધુ 204 પર આગળ છે.

સીએમ યોગી આદિત્યનાથના ધારદાર પ્રચારના કારણે ભાજપને મોટી સફળતા હાથ લાગી છે. સ્થાનિક ચૂંટણીમાં પહેલા તબક્કાનું વોટિંગ 4 મેના રોજ જ્યારે બીજા તબક્કાનું મતદાન 11 મેના રોજ થયું હતું. સીએમ યોગી આદિત્યનાથે 24 એપ્રિલથી જ સ્થાનિક ચૂંટણીનો પ્રચાર શરૂ કરી દીધો હતો. મુખ્યમંત્રીએ તમામ 17 નગરનિગમોમાં અને 18 મંડળોમાં ચૂંટણી પ્રચાર કર્યો.
યોગીની ફિરોઝાબાદ, આગરા, લખનઉ, ઝાંસી, ગાઝિયાબાદ, અયોધ્યા, ગોરખપુર, મેરઠ, વારાણસી, અલીગઢ સહિત અનેક શહેરોમાં સભાઓ થઇ. લખનઉમાં તેમણે 3, ગોરખપુરમાં 4 જ્યારે વારાણસી અને અયોધ્યામાં 2-2 રેલીઓ કરી.
યોગીએ જ્યાં પણ ચૂંટણી સભા કરી ત્યાં હાફ સેન્ચ્યુરી લગાવી. ભાજપના ધારદાર પ્રચારને પગલે જ ત્રણેય પ્રકારના નિગમો નગર નિગમ, નગરપાલિકા અને પંચાયતની ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગી રહ્યો છે.












Click it and Unblock the Notifications
