એટીએમ કાર્ડ વગર જ એટીએમમાંથી કાઢો પૈસા, જાણો કેવી રીતે...

Subscribe to Oneindia News

હાલમાં દેશભરમાં એટીએમ, બેંક અને નોટોની જ વાત ચાલી રહી છે. કોઇ જગ્યાએ ભીડ દેખાય તો તમે સમજી જશો કે ત્યાં નજીકમાં કોઇ એટીએમ કે બેંક આવેલી છે. નોટબંધી બાદ સવાર પડતા જ બેંકો અને એટીએમની બહાર લાંબી લાઇનો લાગી જાય છે.

atm

લોકો પોતાનુ એટીએમ કાર્ડ લઇને ફરી રહ્યા છે કે જો ક્યાંક નાની લાઇન દેખાય તો ત્યાં જઇને તે પૈસા કાઢી શકે પરંતુ દરેક જગ્યાએ તેમને નિરાશ થવુ પડે છે. લાંબી લાઇનો અને ભીડમાં કાર્ડ ગુમ થવાની કે ચોરાઇ જવાની પણ સંભાવના રહે છે.

atm

અમે તમને એક રીતે બતાવીએ છીએ જેમાં તમારે એટીએમ કાર્ડ લઇને ફરવાની હવે જરુર નથી. એટલે કે એટીએમ વગર જ તમે એટીએમ મશીનમાંથી પૈસા કાઢી શકો છો. આવો તમને જણાવીએ કે કાર્ડ વગર કેવી રીતે તમે પૈસા કાઢી શકશો...

mobile app

શું છે પ્રક્રિયા

કાર્ડ વગર પૈસા કાઢવા માટે તમારે સૌથી પહેલા પોતાને એટલે કે એકાઉંટ હોલ્ડરને બેંકમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

તમે બેંકના કસ્ટમર સર્વિસ સેંટર પર કોલ કરીને રજિસ્ટ્રેશન કરાવી શકો છો.

રજિસ્ટ્રેશન થયા બાદ પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પર પર્સનલ આઇડેંટીફિકેશન નંબર મળશે.

4 અંકોનો આ વેરીફિકેશન નંબર એટીએમ પીનની જેમ કામ કરશે.

આ પીન તમને એટીએમ મશીનમાંથી કાર્ડ વગર જ પૈસા કાઢવામાં મદદ કરશે.

rs

કાર્ડ વગર કેવી રીતે કાઢશો પૈસા

આ સુવિધા માટે તમારે તમારા ફોન પર પોતાની બેંકની મોબાઇલ એપ્લીકેશન એપ ડાઉનલોડ કરવી પડશે.

આ એપ ખોલ્યા બાદ તમે એ જ એમપીન આમાં ફીડ કરશો જે તમને તમારા રજિસ્ટર્ડ મોબાઇલ પર બેંક તરફથી મોકલવામાં આવ્યો છે.

એમપીન નાખ્યા બાદ તમારે એપમાં કાર્ડલેસ વિથડ્રોઅલ ઓપ્શન પસંદ કરવાનું રહેશે.

ત્યારબાદ તમને મોબાઇલ પર એક અસ્થાઇ પાસવર્ડ મળશે.

ત્યારબાદ તમારે તમારો પાસવર્ડ બનાવવાનો રહેશે.

આ પાસવર્ડની મદદથી તમે એટીએમ પર જઇને કેશ ઓન મોબાઇલ ઓપ્શન દ્વારા એટીએમ કાર્ડ વગર જ પૈસા કાઢી શકશો.

આ ઓપ્શન દ્વારા તમે 5000 રુપિયા સુધી જ કાઢી શકશો.

જો કે આ સેવા હજુ સુધી બધી બેંકોમાં શરુ થઇ નથી. અમુક બેંકોમાં જ કેશ ઓન મોબાઇલની સુવિધા છે.

English summary
You find yourself in need of cash but without your ATM card.
Please Wait while comments are loading...