મોદીના ભાવ ઉચકાયા, રેલીમાં જોડાવા આપવા પડશે દસ રૂપિયા!
બેંગલુરુ, 23 સપ્ટેમ્બર : બીજેપીના પ્રધાનમંત્રીના ઉમેદવાર નરેન્દ્ર મોદીની બેંગલુરુમાં યોજાનારી રેલીમાં સામેલ થવા માટે હવે કાર્યકર્તાઓને 5ના બદલે 10 રૂપિયા આપવા પડશે. મોદીની આવતા મહિને બેંગલુરુમાં આયોજીત જનસભામાં પાર્ટીએ 10 રૂપિયા ફી લેવાની યોજના બનાવી છે.
બીજેપીની પ્રદેશ સમિતિ આના દ્વારા આવતા વર્ષે યોજાનાર લોકસભા ચૂંટણીની તૈયારી શરૂ કરવાની યોજના બનાવી રહી છે. રેલીના પ્રભારી બીજેપીના વરિષ્ઠ નેતા એમ.વેંકૈયા નાયડૂ રહેશે.

બેંગલુરુ રેલી માટે 10 રૂપિયા લેવાની યોજના પર હોદ્દેદારોએ જણાવ્યું કે આવું કરવાનો ઉદ્દેશ્ય લોકોને પાર્ટી, તેની વિચારધારા અને મોદી સાથે જોડવાનો છે. પાર્ટી કાર્યકરો રેલીમાં સામેલ થવા માટે ઓનલાઇન 10 રૂપિયા જમા કરાવી શકે છે.












Click it and Unblock the Notifications
