For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ટ્રાફિક નિયમો ભંગ કરવાના મામલે આ શખ્સની સદી, 5.5 ફીટ લાંબુ 57 હજારનું ચલાન કપાયું

ટ્રાફિક નિયમો ભંગ કરવાના મામલે આ શખ્સની સદી, 5.5 ફીટ લાંબુ 57 હજારનું ચલાન કપાયું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ લોકોની સુરક્ષા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારે તમામ ટ્રાફિક નિયમો બનાવ્યા ચે. કેટલાક લોકો એક-બે વાર દંડ ભર્યા બાદ સુધરી જાય ચે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરવા લાગે છે, પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે પોતાની ટેવ છોડવાની તસ્દી પણ નથી લેતા. આવો જ એક મામલો કર્ણાટકની રાજધાની બેંગ્લોરથી સામે આવ્યો છે, જ્યાં એક શખ્સું 11 મહિનાામં 101 વાર ચલાન કપાયું છે. ખાસ વાત એ છે કે ખુદ શખ્યને ચલાન વિશેની ખબર નહોતી.

એક દિવસમાં સાત ચલાન

એક દિવસમાં સાત ચલાન

થયું એવું કે બેંગ્લોરની એક પ્રાઈવેટ કંપનીમાં કામ કરતા રાજેશ કુમાર દરરોજ પોતાની બુલેટ લઈ ઈલેક્ટ્રોનિક સિટીથી વ્હાઈટ ફીલ્ડ સ્થિત પોતાની ઑફિસ જતો હતો. બુધવારે પણ તે ઘરેથી નીકળ્યો, આ દરમિયાન તેણે એક જગ્યાએ રેડ લાઈટ જંપ કરી દીધી. જેના પર આગળ ઉભેલ ટ્રાફિક પોલીસે તેને રોકી લીધો. જ્યારે ટ્રાફિક પોલીસે ચલાન કાપવાનું શરૂ કર્યું તો જોયું કે તેના એક દિવસમાં 6 ચલાન પકાઈ ચૂક્યાં હતાં અને આ સાતમું હતું.

2019માં બાઈક લીધી હતી

2019માં બાઈક લીધી હતી

વાત આટલા સુધી ના અટકી, પોલીસ અધિકારીઓએ ધીરે ધીરે તપાસ આગળ વધારી. ત્યારે માલૂમ પડ્યું કે આ શખ્સના અગાઉ પણ 94 ચલાન કપાઈ ચૂક્યાં છે. એવામાં બુધવારનું ચલાન મિલાવી કુલ ચલાનની સંખ્યા 101 થઈ ગઈ. જો કે એ શખ્સે અત્યાર સુધી એકેય ચલાનની રકમ નહોતી ભરી. તેણે 2019માં બાઈક ખરીદી હતી. આ દરમિયાન જ તેણે એક વર્ષમાં 101 વાર નિયમો તોડ્યા.

57000થી વધુનો દંડ

57000થી વધુનો દંડ

પોલીસ અધિકારીઓ મુજબ બધા ચલાનને મિલાવી તે શખ્સને 5.5 ફીટ લાંબા ચલાનની કોપી સોંપી દેવામાં આવી છે. અત્યાર સુધી તેણે એકેય ચલાનનો દંડ નહોતો ભર્યો, જે કારણે પોલીસે તેની બાઈક જપ્ત કરી લીધી છે. જેના પર યુવકે પોલીસ અધિકારીઓ પાસે ચલાન ભરવા માટે ત્રણ દિવસનો સમય માંગ્યો છે. જો તેણે ત્રણ દિવસમાં 57200 રૂપિયા જમા ના કરાવ્યા તો મામલો કોર્ટમાં ચાલ્યો જશે. પછી ત્યાંથી જ તેની બાઈક છૂટી શકશે.

રૂમમાં ભૂત દેખાતું હતું, કોઈ માનતું નહોતું એટલે આ ભયંકર પગલું ભર્યુંરૂમમાં ભૂત દેખાતું હતું, કોઈ માનતું નહોતું એટલે આ ભયંકર પગલું ભર્યું

English summary
young man from bangalore broke traffic rules 101 times in a year, fined with 57000 rupee
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X