ધ્રુવ રાઠી ફરીથી કેમ થઈ રહ્યા છે વાયરલ? અરવિંદ કેજરીવાલ સાથે જોડાયેલો છે મામલો? જાણો સત્ય

લોકસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ દરમિયાન હાલમાં પ્રખ્યાત યુટ્યુબર ધ્રુવ રાઠીનો વધુ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધ્રુવ રાઠીએ ગયા મહિને એક વીડિયો બનાવીને ભારતની તુલના ઉત્તર કોરિયા સાથે કરી હતી. હવે એક મહિના પછી ધ્રુવે તેનો આગામી ભાગ બનાવ્યો છે.

આ વીડિયોમાં રાઠીએ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ પર સવાલ ઉઠાવ્યા છે. પહેલા ભાગની જેમ આ વીડિયોનો બીજો ભાગ પણ વાયરલ થયો છે અને લાઈવ થયા બાદ તેને લગભગ 10 લાખ લોકો જોઈ ચૂક્યા છે.

Dhruv Rathee

નવા વીડિયોમાં ધ્રુવે ઈશારો કર્યો હતો કે અરવિંદ કેજરીવાલની ધરપકડ રાજકીય રીતે પ્રેરિત છે અને આરોપ લગાવ્યો છે કે દેશના વિપક્ષી નેતાઓને ચૂપ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. તેમના બીજા વીડિયોમાં રાઠી એ વાત કરે છે કે કેવી રીતે સરકારે કોંગ્રેસનું બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યું છે અને કેવી રીતે ઈડીએ કથિત રીતે કેજરીવાલને કોઈપણ પૈસાની લેવડદેવડ અથવા દોષિત ઠેરવ્યા વિના ધરપકડ હેઠળ રાખ્યા છે.

પોતાના વીડિયોમાં ધ્રુવ રાઠીએ લોકોને અન્યાય સામે અવાજ ઉઠાવવા, વોટ આપવા અને અન્ય લોકોને વોટ આપવા માટે રાજી કરવાની અપીલ કરી હતી. ધ્રુવ રાઠીના આ વીડિયો પર લોકોએ અલગ-અલગ રીતે પ્રતિક્રિયા આપી છે. કેટલાક યુઝર્સે ધ્રુવ રાઠીના આ વીડિયોની પ્રશંસા કરી છે, જ્યારે અમુક લોકોનુ કહેવુ છે કે 2024ની લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે તે કેન્દ્ર સરકાર વિશે ખોટી માહિતી ફેલાવી રહ્યો છે.

નોંધનીય છે કે ધ્રુવ રાઠી યુટ્યુબર અને સોશિયલ મીડિયા પ્રભાવક છે. તેમનો જન્મ હરિયાણામાં થયો હતો. તેણે પોતાનું ઉચ્ચ શિક્ષણ જર્મનીથી કર્યું. ધ્રુવ રાઠીના યુટ્યુબ પર 16.6 મિલિયન સબસ્ક્રાઇબર્સ છે. ટ્વિટર પર તેના લગભગ 2 મિલિયન ફોલોઅર્સ છે. સોશિયલ મીડિયા પર તેની લોકપ્રિયતા જોઈને ટાઈમ મેગેઝિને ગયા વર્ષે તેને નેક્સ્ટ જનરેશન લીડર્સની યાદીમાં સામેલ કર્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X