જી ન્યૂઝના બંને પત્રકારોને 14 દિવસ માટે જેલમાં મોકલાયા

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ ગૌરવ રાવે બંનેને 14 ડિસેમ્બર સુધી કાનૂની તપાસ માટે જેલમાં મોકલવામાં આવ્યા છે. બંને પત્રકારોએ જામીન અરજી પણ દાખલ કરી છે જેના પર કોર્ટે પોલીસને નોટિસ જારી કરી છે અને શનિવારે સુધી તેનો જવાબ આવી જશે.
ઉલ્લેખનીય છે કે જી ન્યૂઝના પ્રમુખ સુધીર ચૌધરી અને જી બિઝનેસના પ્રમુખ સમીર આહલુવાલિયાએ જિંદલ પાસે કોલસા બ્લોક ફાળવણી ગોટાળામાં તેમની કંપની અંગેના નકારાત્મક સમાચાર નહી બતાવવાના બદલે 100 કરોડની માંગ કરી હતી, જેના માટે તેમની સામેની ફરિયાદના પગલે તેમની ધરપકડ કરવામાં આવી હતી.
જિંદલે ગયા મહિને એક સીડી જારી કરી હતી, જેમાં એ બતાવવામાં આવ્યું હતું કે જીના પત્રકારો જિંદલની કંપનીના અધિકારીઓની સાથે એક સમજૂતી કરવાની કોશિશ કરી રહ્યા છે. સીડીમાં પત્રકારોને તેમની કંપની અંગેના નકારાત્મક સમાચાર નહી બતાવવાના બદલે 100 કરોડની માંગ કરતા બતાવાયા છે.












Click it and Unblock the Notifications
