Zee News-Matrize exit Poll : મેઘાલયમાં ત્રિશંકુ વિધાનસભાની આશંકા, જાણો કોને કેટલી સીટ
NPP ને મેઘાલયની 60 બેઠકોમાંથી 21-26 બેઠકો મળી શકે છે. અહીં ભાજપને માત્ર 6 થી 11 બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને 3-6 સીટો મળી શકે છે. અન્યને 18-22 બેઠકો મળી શકે છે.
નવી દિલ્હી : મેઘાલયમાં આ વખતે ત્રિશંકુ વિધાનસભાની સ્થિતિ બની રહી છે. ઝી ન્યૂઝ-મેટ્રિઝ એક્ઝિટ પોલ અનુસાર, NPP ને મેઘાલયની 60 બેઠકોમાંથી 21-26 બેઠકો મળી શકે છે. અહીં ભાજપને માત્ર 6 થી 11 બેઠકો મળવાની ધારણા છે. બીજી તરફ એક્ઝિટ પોલ અનુસાર, કોંગ્રેસને 3-6 સીટો મળી શકે છે. અન્યને 18-22 બેઠકો મળી શકે છે.

મેઘાલય અને નાગાલેન્ડમાં સોમવારે મતદાન થયા બાદ તમામની નજર એક્ઝિટ પોલના પરિણામો પર છે. અહીં 16 ફેબ્રુઆરીએ મતદાન થયું હતું. પૂર્વોત્તરના આ ત્રણ રાજ્યોમાં કુલ 180 વિધાનસભા સીટ છે. બંને રાજ્યોમાં 60 બેઠકો છે. 2 માર્ચે પરિણામ 179 માટે આવશે. એક બેઠક પરથી ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા હતા. આ વર્ષે આગામી લોકસભાની ચૂંટણી પહેલા નવ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાઈ રહી છે. આમાંથી ત્રણમાં મતદાન પુરૂ થયુ છે.
ટાઇમ નાઉ-ઇટીજી રિસર્ચના એક્ઝિટ પોલ અનુસાર, કોનરાડ સંગમાની એનપીપી મેઘાલયમાં 18 થી 26 બેઠકો જીતી શકે. તૃણમૂલ કોંગ્રેસને 8-14 અને કોંગ્રેસને 2 થી 5 બેઠકો જીતી શકે છે.












Click it and Unblock the Notifications
