Dwarka demolition : દ્વારકા જિલ્લામાં ફરી મેગા ડિમોલિશનની તૈયારી, 106 ગેરકાયદે ધાર્મિક દબાણો દુર કરાશે

Dwarka demolition : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તંત્ર દ્વારા ફરી એકવાર ગેરકાયદે ધાર્મિક દબાણો હટાવવા માટે મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે.

બેટ દ્વારકા અને દ્વારકામાં ગયા મહિને કરવામાં આવેલા મેગા ડિમોલિશન બાદ હવે જામ કલ્યાણપુર તાલુકાના વિવિધ વિસ્તારોમાં પણ આવી જ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Dwarka demolition

આ અભિયાન હેઠળ 106 જેટલા ગેરકાયદે ધાર્મિક દબાણોને નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં મોટાભાગના મંદિરો છે.

કલ્યાણપુરના નાયબ મામલતદાર પીયૂષ બોદરાએ જણાવ્યું કે, પ્રથમ નોટિસ 13 સપ્ટેમ્બર 2024થી અપાઈ હતી, જ્યારે બીજી નોટિસ 20 ફેબ્રુઆરી 2025ના રોજ આપવામાં આવી છે.

આ ક્રમમાં તંત્ર દ્વારા બુલડોઝર એક્શન માટે ખાસ બેઠક યોજાઈ હતી. હાલ આ દબાણોને સર્ચ કરવામાં આવી રહ્યાં છે. આ બેઠક અનુસાર હવે કાર્યવાહી શરૂ કરવામાં આવશે.

જણાવી દઈએ કે, આ પહેલા ગીર સોમનાથ જિલ્લામાં દબાણને લઈને મામલો કોર્ટ સુધી ગયો હતો. આ સિવાય બેટ દ્વારકામાં ડિમોલેશનને લઈને પણ મોટો વિવાદ થઈ ચુક્યો છે. હવે આ કાર્યવાહીને લઈને પણ વિવાદ સર્જાઈ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X