Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જન દરમિયાન કરૂણ દુર્ઘટના, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત
Ganesh visarjan 2025 : જામનગરમાં ગણેશ વિસર્જનનો પવિત્ર દિવસ એક પરિવાર માટે શોકમાં ફેરવાઈ ગયો. નાઘેડી નજીક આવેલા કબીરલહેર તળાવમાં ગણેશ વિસર્જન કરવા ગયેલા એક જ પરિવારના ત્રણ સભ્યોના ડૂબી જવાથી કરૂણ મોત થયા છે.
આ દુર્ઘટનામાં પિતા અને તેમના બે બાળકોએ જીવ ગુમાવ્યો છે. આ પરિવાર જામનગરના રામેશ્વર વિસ્તારમાં આવેલી જલારામ પાર્ક સોસાયટીનો રહેવાસી હતો.

ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરતી વખતે અચાનક આ કરૂણ દુર્ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ સ્થાનિકો અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ત્રણેય મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવાયા છે.
આ દુર્ઘટનાથી સમગ્ર જામનગર શહેરમાં શોકની લાગણી ફેલાઈ છે. એક જ પરિવારના ત્રણ સભ્યોના અકાળે અવસાનથી પરિવારજનોમાં ભારે માતમ છવાઈ ગયો છે.












Click it and Unblock the Notifications
