જામનગરની કોવિડ હોસ્પિટલમાં 24 કલાકમાં 120 દર્દીઓના મોત, રાજ્યમાં 1 લાખથી વધુ સક્રિય દર્દી
ગુજરાતમાં જામનગર જિલ્લા સ્થિત કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત થયા છે.
જામનગરઃ ગુજરાતમાં જામનગર જિલ્લા સ્થિત કોવિડ હોસ્પિટલમાં મોટી સંખ્યામાં કોરોના દર્દીઓના મોત થયા છે. જિલ્લામાં એક દિવસમાં કોવિડનો ઈલાજ કરાવી રહેલ 120 દર્દીઓના મોત થઈ ગયા. વળી, આ દરમિયાન 564 કેસ પણ નોંધવામાં આવ્યા. એક રિપોર્ટ મુજબ 336 કેસ શહેરી વિસ્તારમાં નોંધવામાં આવ્યા જ્યારે 228 કેસ ગ્રામીણ વિસ્તારમાં નોંધવામાં આવ્યા છે. આ ઉપરાંત અત્યાર સુધી જામનગર શહેરમાં 3 લાખ 1 હજાર 106 અને ગ્રામીણ વિસ્તારોમાં 2 લાખ 35 હજાર 775 લોકોના સેમ્પલ લેવામાં આવ્યા છે.

આખા રાજ્યની વાત કરીએ તો ગુજરાતમાં સક્રિય દર્દીઓનો આંકડો 1 લાખને પાર જતો રહ્યો છે. શુક્રવારે રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 13,804 કેસ નોંધાયા હતા અને 142 લોકોના મોત થયા હતા. ગુજરાતમાં કુલ મૃત્યુઆંક 6019 સુધી પહોંચી ગયો છે. રાજ્યમાં છેલ્લા 4 જ દિવસમાં 50 હજારથી વધુ કેસ અને 500 લોકોના મોત થયા છે. અહીંની વિવિધ હોસ્પિટલોમાં હજારો દર્દીઓ ભરતી છે. એકલા અમદાવાદમાં 34,901 સક્રિય દર્દીઓ નોંધવામાં આવ્યા છે.
રાજ્યમાં શુક્રવારે 5618 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. અત્યાર સુધી 3,61,493 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં સક્રિય કેસોની સંખ્યા 100128 સુધી પહોંચી ગઈ છે. જેમાંથી 384 લોકો વેંટિલેટર પર અને 99744 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાનો રિકવરી રેટ 77.30 ટકા છે. રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધી કુલ 92,15,310 લોકને વેક્સીનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 17,86,321 લોકોને કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. કુલ 1,10,01,631 લોકોને રસી આપવામાં આવી ચૂકી છે.












Click it and Unblock the Notifications
