જામનગર: રાજુલા બેનના અધ્યક્ષ સ્થાને મહિલા આયોગની બેઠક યોજાઇ
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલા બેન દેસાઇ હાલ જામનગરની મુલાકાતે છે. મહિલા આયોગના સભ્ય રાજુલા બેનના અધ્યક્ષ સ્થાને જામનગરના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યા
રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય રાજુલા બેન દેસાઇ હાલ જામનગરની મુલાકાતે છે. મહિલા આયોગના સભ્ય રાજુલા બેનના અધ્યક્ષ સ્થાને જામનગરના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જીલ્લા અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં મહિલા અને બાળ કલ્યાણ અધિકારી ચંદ્રેશ ભાભી દ્વારા વિવિધ વિભાગો સાથે સંકલન કરી જીલ્લા સ્તરે કરવામાં આવેલ મહિલાલક્ષી કામગીરીઓની પ્રેઝન્ટેશન દ્વારા માહિતિ આપવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી માતૃવંદના યોજના, કસ્તુરબા પોષણ સહાય યોજના, જનની સુરક્ષા યોજના, પીસીપી-એનટીડી અંતર્ગત કામગીરી વગેરે બાબતો વિશે જામનગર જીલ્લા દ્વારા કરવામાં આવેલ કામગીરી વિશે વિસ્તૃત માહિતિ આપવામાં આવી હતી.

આ પ્રસંગે આયોગના સભ્ય શ્રી રાજુલા બેન દેસાઇએ મહિલાલક્ષી યોજનાઓ કાયદાઓ અને આરોગ્યલક્ષી બાબતો વિશે વિસ્તૃત જાગૃતિ લાવવા જાગૃતિલક્ષી કાર્યક્રમોનો વ્યાપ વધારવાનું સુચન આપ્યું હતુ. બાળકીઓને ગુડ ટચ અને બેડ ટચની ટ્રેનિંગ, મહિલાઓ વિરૂદ્ધ થતા ગુનાઓ સામે કાયદાકીય જ્ઞાન પુરતુ મળી રહે તે માટે બાળ સુરક્ષા અધિકારીઓને કાર્યક્રમો કરવા સલાહ આપી હતી.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
