જામનગરઃ જિલ્લાની વિવિધ કચેરીઓમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી
સ્વચ્છ ભારત અભિયાન અન્વયે જામનગર જિલ્લા માહિતી કચેરી ખાતે માહિતી પરિવારના સભ્યશ્રીઓ દ્વારા કચેરીમાં સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. સમગ્ર રાજ્યમાં હાલમાં તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ અને જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે.

આ ઉપરાંત, કચેરીમાં સફાઇ થાય, કચરાનો યોગ્ય રીતે નિકાલ થાય અને કચેરીમાં આ પ્રકારે સ્વચ્છતા માટે નિયમિતતા રહે તે માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો. આ સફાઈ અભિયાનમાં જિલ્લા માહિતી કચેરીના કર્મયોગીઓ ઉત્સાહભેર જોડાયા હતા.
આ ઉપરાંત જામનગર જિલ્લામાં ''સ્વચ્છતા હી સેવા અભિયાન'' અન્વયે કાલાવડ તાલુકા પંચાયત કચેરી તેમજ અન્ય કચેરીઓમાં સરકારી ફાઈલ્સ, કાગળ અને રેકર્ડનું વર્ગીકરણ કરવામાં આવ્યું હતું
સમગ્ર રાજ્યમાં સ્વરછતા હી સેવા અભિયાન અંતર્ગત તમામ સરકારી કચેરીઓના રેકર્ડ વર્ગીકરણ, ભંગારનો નિકાલ, જુના વાહનોની હરાજી વગેરે કામગીરી કરવામાં આવી રહી છે. આ સફાઈ ઝુંબેશમાં વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.












Click it and Unblock the Notifications
