Jamnagar: દિવાળી નિમિત્તે ભગવાન દ્વારાકાધીશ હાટડી દર્શન યોજાયા, આ દિવસે યોજાશે અન્નકૂટ ઉત્સવ
Jamnagar: દેવભૂમિ દ્વારકામાં દિવાળીના પર્વ નિમિત્તે હાટડી દર્શન યોજવામાં આવ્યા હતા. જેમાં ચાંદીના ત્રાજવા તોલા સોનાના કાટલા સાથે ભગવાન દ્વારકાધીશના શૃંગાર દર્શન કરીવામાં આવ્યો હતો. ભગવાન દ્વારકાધીશના દર્શન કરી ભક્તો ભાવવિભોર બન્યા હતા.
દિવાળીની સાંજે વેપારીની જેમ ભગવાન દ્વારકાધીશનો વજન તુલા રાખીને શૃંગાર કરવામાં આવ્યો હતો. આ સાથે મંદિર બહાર ફટાકડા ફોડી ભવ્ય આતશબાજી કરવામાં આવી હતી. આ સાથે શરણાઇના સૂર સાથે ભગવાન દ્વારકાધીશની આરતી કરવામાં આવી હતી.

આ પ્રસંગે એક હરિભક્તે જણાવ્યું હતું કે, દિપાવલી એટલે સંવત 2079નો અંતિમ દિવસ. હાટડી એટલે હર્દય. હર્દયથી મનુષ્ય દ્વારા જે કર્મો કરવામાં આવે છે, તેને ભગવાન દ્વારકાધીશ કર્મ તુલામાં તોલે છે. લાખો ભક્તો ભગવાન દ્વારકાધીશના હાટડી દર્શન કરવા આવે છે. ઉલ્લેખનીય છે કે, દ્વારકા મંદિરમાં 13 નવેમ્બરના રોજ અન્નકૂટ ઉત્સવ યોજાશે.












Click it and Unblock the Notifications
