જામનગરઃ મનોદિવ્યાંગોએ ફોરેસ્ટ હીલિંગ થેરાપી મેળવી
સમાજમાં એવી ઘણી વ્યક્તિ છે, જેમની ઉંમરના પ્રમાણમાં વિચારવાની શક્તિ અત્યંત ક્ષીણ હોય છે, આવા વ્યક્તિઓની દેખભાળ અને સેવા એ જ સમાજની નૈતિક ફરજ છે. જામનગર માનસિક આરોગ્ય હોસ્પિટલ દ્વારા મનોદિવ્યાંગ વ્યક્તિઓની સેવા તથા સુચારુ આરોગ્ય માટે અનેક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેમાંનો એક પ્રયોગ આજે તેમણે દાંતા ખાતે ફોરેસ્ટ હીલિંગ થેરાપી આપીને કર્યો હતો.

જામનગર માનસિક આરોગ્ય હોસ્પિટલના સ્ટાફ અને દર્દીઓ સહિત કુલ 25 લોકોએ દાંતા વીડીની મુલાકાત લીધી હતી. અહીં ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને હોસ્પિટલના સ્ટાફ દ્વારા મનોદિવ્યાંગ બાળકોને માનસિક શાંતિનો અનુભવ કરાવ્યો હતો.

જામનગર માનસિક આરોગ્યની હોસ્પિટલના સ્ટાફ મેમ્બર માધવભાઈ ચૌધરીએ વનઈન્ડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું, "આજે અમે 9 દર્દીઓ સહિત કુલ 25 લોકોએ દાંતા ફોરેસ્ટ વિસ્તારની મુલાકાત લીધી હતી, પ્રકૃતિને ખોળે રમ્યા અને સાંસ્કૃતિક કાર્યક્રમનો પણ તમામે આનંદ માણ્યો હતો."
વધુમાં માધવભાઈ ચૌધરીએ જણાવ્યું, "ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને તમામ સહયોગ આપવામાં આવ્યો હતો, નાયબ વન સંરક્ષક ધનપાલ સાહેબની આગેવાનીમાં અમે ટ્રેકિંગ કર્યું હતું અને RFO મુકેશભાઈ બૈડિયાવદરા તથા ફોરેસ્ટર જયેશભાઈએ પણ અમને ભરપૂર સહયોગ આપ્યો હતો."
ફોરેસ્ટર જયેશભાઈ કંડોરિયાએ કહ્યું કે, "અમારું કામ વનની રક્ષા કરવાનું છે, પરંતુ જ્યારે સમાજ માટે કંઈક કરવાનો મોકો મળે તેનાથી વધુ આનંદ બીજા કેવાયમાં ના હોય શકે, જેની અનુભૂતી અમોએ આજે મેળવી હતી. આજે જામનગરથી આવેલા મનોદિવ્યાંગ બાળકોને આનંદિત કરવાની જવાબદારી અમને મળી હતી, અમારા ધનપાલ સાહેબની આગેવાનીમાં અમે મનોદિવ્યાંગોને ભરપૂર આનંદ કરાવ્યો અને તેઓ આજના કાર્યક્રમથી ખૂબ ખુશ થયા તે તેમના ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાતું હતું."
ઉલ્લેખનીય છે કે મંદબુદ્ધિ બાળકોના માનસિક સ્વાસ્થ્યમાં સુધારો થાય તે હેતુસર જામનગર માનસિક આરોગ્ય હોસ્પિટલ દ્વારા મનોદિવ્યાંગોને દર મહિને ફિલ્મ બતાવવા સહિતની અન્ય કેટલીય ઈત્તર પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે.












Click it and Unblock the Notifications
