For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jamnagar Municipal Election Result: જામનગરની 28 સીટો પર ભાજપ આગળ, 3 પર બસપા જીતી

લેટેસ્ટ રૂઝાનો મુજબ જામનગરની 28 સીટો પર ભાજપ આગળ છે. વળી, કોંગ્રેસ ઝીરો પર છે.

|
Google Oneindia Gujarati News

Jamnagar municipal corporation Result: ગુજરાતની 6 મહાનગર પાલિકાઓમાં થયેલી મતગણતરી આજે મંગળવારે (23 ફેબ્રુઆરી)એ થઈ રહી છે. ગુજરાતની 6 નગર નિગમોની 575 સીટો પર કાઉન્ટિંગ ચાલુ છે. આ 6 નગર નિગમોમાં જામનગરની 64 સીટો પણ શામેલ છે જેના પર આજે મતગણતરી થવાની છે. લેટેસ્ટ રૂઝાનો મુજબ જામનગરની 28 સીટો પર ભાજપ આગળ છે. વળી, કોંગ્રેસ ઝીરો પર છે. કોંગ્રેસનુ ખાતુ પણ ખુલતુ નથી દેખાઈ રહ્યુ. જામનગરની 3 સીટો પર બસપાના ઉમેદવાર જીત્યા છે. જ્યારે અમુક સીટો પર અન્ય આગળ છે. અહીં મહત્વનો મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. ભાજપ ઘણા વર્ષોથી જામનગરમાં સત્તા પર છે. જામનગર નગર નિગમ ચૂંટણીની મતગણતરી સવારે 9 વાગ્યાથી શરૂ થઈ છે.

voting

બધી નગર નિગમ સીટો પર હાલમાં ભાજપ સત્તારૂઢ

જામનગર ઉપરાંત ભાવનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ નગર નિગમ ચૂંટણીની મતગણતરી થઈ રહી છે. આ બધી સીટો પર 21 ફેબ્રુઆરીએ મતદાન થયુ હતુ. આ બધી સીટોમાંથી જામનગરમાં સૌથી વધુ 53.3 ટકા મતદાન થયુ હતુ. જામનગરમાં 1995થી ભાજપ સત્તામાં છે. આ સિવાય ભાવનગરમં પણ 1995થી ભાજપ સત્તામાં છે. વળી, અમદાવાદમાં 2008, સુરતમાં 1990, વડોદરામાં 2005 અને રાજકોટમાં 2005થી ભાજપ સત્તામાં છે. આ બધી સીટો પર ભાજપ અને કોંગ્રેસમાં મુકાબલો છે. પરંતુ આ વખતે ચૂંટણી મેદાનમાં ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ પણ ચૂંટણી મેદાનમાં છે.

અમિત શાહે કહ્યુ કે ભાજપ જીતશે અને ગુજરાતમાં વિકાસયાત્રા ચાલુ રહેશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 21 ફેબ્રુઆરીએ અમદાવાદ નગર નિગમની ચૂંટણી માટે નારણપુરા સબ ઝોન કાર્યાલય ખાતે મતદાન કેન્દ્રમાં પોતાનો મત આપ્યો હતો. શાહે મત આપવા પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા. અમિત શાહે મીડિયા સાથે વાત કરીને ભાજપની જીત ભરોસો અપાવ્યો હતો. અમિત શાહે કહ્યુ કે ભાજપ સરકાર સૌના વિકાસ માટે કામ કરી રહી છે અને ગુજરાતમાં વિકાસ યાત્રા ચાલુ છે અને રહેશે.

નાઈટ કર્ફ્યુ અને લૉકડાઉનથી મહારાષ્ટ્રમાં ઘટ્યા કોરોના કેસનાઈટ કર્ફ્યુ અને લૉકડાઉનથી મહારાષ્ટ્રમાં ઘટ્યા કોરોના કેસ

English summary
Jamnagar municipal corporation Result 2021 Know the latest updates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X