Rain water harvesting : જામનગર જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં 12 અને દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ મંજૂર કરાયા

Rain water harvesting : ગુજરાતમાં વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ કરવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. આ જળ સંચય અભિયાન અંતર્ગત રાજ્યભરમાં નવા ચેકડેમ, ખેત તલાવડીઓ, નદીઓ પર બેરેજ અને તળાવો ઊંડા કરવાની કામગીરી ચાલી રહી છે.

આ પહેલના ભાગરૂપે છેલ્લા બે વર્ષમાં જામનગર જિલ્લામાં 12 નવા ચેકડેમ અને દેવભૂમિ દ્વારકામાં 13 નવા ચેકડેમ મંજૂર કરવામાં આવ્યા છે.

Rain water harvesting

અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 586 નવા ચેકડેમ બનાવવામાં આવ્યા છે. આ માહિતી જળ સંપત્તિ રાજ્ય મંત્રી મુકેશ પટેલે વિધાનસભા ગૃહમાં આપી.

તેમણે જણાવ્યું કે, છેલ્લા ત્રણ વર્ષમાં જામનગરમાં મંજૂર થયેલા 9 ચેકડેમમાંથી 3 નું કામ પૂર્ણ થયું છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં મંજૂર થયેલા 6 ચેકડેમમાંથી 1 નું કામ પૂરું થયું છે.

આ બંને જિલ્લામાં કેનાલોની ઊંડાઈ 3 થી 6 મીટર છે અને ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહ્યું છે. જો ખેડૂતો જમીન સંપાદનમાં સહકાર આપશે તો જરૂરિયાત મુજબ કેનાલોને પાકી કરવામાં આવશે.

આ ઉપરાંત જામનગરના ધ્રોલ તાલુકામાં આવેલા ઊંડ-1 ડેમ સાથે જોડાયેલી 167 કિલોમીટરની પાકી અને 27 કિલોમીટરની કાચી કેનાલો પણ કાર્યરત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X