Vande Bharat train : સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, હવે આ રૂટ માટે શરૂ થશે વંદે ભારત ટ્રેન
Vande Bharat train : રેલવે દ્વારા સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર આપવામાં આવ્યા છે. સૌરાષ્ટ્રમાં રેલવે મુસાફરી કરતા લોકોની સરળતા રહે તે માટે રેલવે વિભાગ દ્વારા સરાહનીય નિર્ણય લેવામાં આવ્યો છે.
જેમાં પશ્ચિમ રેલવે દ્વારા જામનગર થી અમદાવાદ વચ્ચે વંદે ભારત ટ્રેનના શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આજે હાપા -અમદાવાદ વચ્ચે આ વંદે ભારત ટ્રેનનું ટ્રાયલ થશે. જો આ ટ્રાયલ સફળ થશે તો તારીખ 24મી થી સપ્તાહમાં છ દિવસ હાપા - અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ દોડશે.

જો કોઇ કારણોસર તારીખ 24 મી એ શરૂ નહીં થાય, તો બીજી ઓક્ટોબર એટલે કે ગાંધી જયંતીના રોજથી ટ્રેન સેવાનો પ્રારંભ થશે. મંગળવારને બાદ કરતા સપ્તાહમાં છ દિવસ વંદે ભારત એક્સપ્રેસ દોડશે.
જામનગરથી સવારે 5:30 કલાકે ટ્રેન નીકળી રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર વિરમગામ થઈને સાબરમતી સવારે 10:10 કલાકે પહોંચશે. આ ટ્રેન મારફતે ચાર થી સાડા ચાર કલાકમાં જામનગરથી અમદાવાદ પહોંચી જવાશે.
જે બાદ આ ટ્રેન સાબરમતીથી સાંજે છ કલાકે પરત ફરશે. આ રિવર્સ રૂટ પર વંદે ભારત એક્સપ્રેસ રાત્રિના 10:30 કલાકે જામનગર પહોંચી જશે. આઠ કોચની વંદે ભારત એક્સપ્રેસ સૌરાષ્ટ્રવાસીઓ માટે આશીર્વાદ સમાન પુરવાર થશે. આ સાથે જામનગરથી અમદાવાદની મુસાફરી સરળ અને ઓછા સમયમાં કરી શકાશે.












Click it and Unblock the Notifications
