Crime News : માતાની હત્યા બાદ પુત્રે કરી લીધી આત્મહત્યા, રડાવી દેશે કારણ
Crime News : તાલાલામાં 3 એપ્રિલના રોજ એક પુત્રે તેની માતાની હત્યા કરી હતી, જે બાદ પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. મંગળવારના રોજ માધુપુરા ગીર ગામમાં તેમની સ્મશાનયાત્રા નીકળી હતી. મૃતક વ્યક્તિએ તેની બહેનને ફોન કરીને જણાવ્યું હતું કે, મે અને મા એ છેલ્લા ત્રણ દિવસથી કંઇ ખાધુ નથી.
આ કેસમાં બહેને નોંધાવેલી ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે ,કે પેન્શન ન મળવાને કારણે તેના ભાઈનું માનસિક સંતુલન બગડી ગયું હતું. તેણે ત્રણ દિવસથી ભોજન લીધું ન હતું. બહેન તેને લેવા આવે, તે પહેલા જ ભાઈએ માતાની હત્યા કરી આપઘાત કરી લીધો હતો.

વેરાવળમાં રહેતી મૃતકની બહેને નોંધાવેલી ફરિયાદ મુજબ 2 એપ્રિલની સાંજે 5.30 કલાકે તેણીના ભાઈ હેમંત ઉર્ફે ઉકાએ તેણીને ફોન કરીને
જણાવ્યું હતું કે, અમારું પેન્શન આવ્યું નથી અને ભૂખને કારણે મારું મગજ હવે કામ કરતું નથી. મા અને મેં બે-ત્રણ દિવસથી ખાધું નથી.
જેના જવાબમાં બહેને ભાઈને જણાવ્યું હતું કે, હું કાલે આવીશ. હું તમને અને બા ને લઈ જઈશ. તેણીના ભાઈ સાથે ફોન પર વાત કર્યા બાદ તેણીએ પાડોશમાં રહેતા પાડોશીને ફોન કરતાં માતા વિજયબેને કંઈ ખાધું ન હોવાની તેને ખાતરી થઇ હતી.
3 એપ્રિલના રોજ સવારે અગિયાર કલાકની આસપાસ વેરાવળની બહેને હેમંતને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો.
જેથી બહેને પાડોશમાં રહેતા ઉજીબેનને ફોન કર્યો હતો. તેમણે જણાવ્યું કે, આજે સવારે 8:30 કલાકે માતા વિજયબેન અને હિંમતભાઈ બંને માતા-પુત્ર નાસ્તો કરીને ઘરેથી નીકળ્યા હતા. ઘરનો દરવાજો અંદરથી બંધ છે અને કોઈ તેને ખોલતું નથી. આથી બહેને તેના ભાઈને ફરીથી ફોન કર્યો હતો, પરંતુ ફોન ન ઉપાડતા બહેન તેના પતિ સાથે માધુપુરા ગામે આવી હતી.
ઘર અંદરથી બંધ હોવાથી આજુબાજુના લોકો અને માધુપુરના સરપંચ વિમલભાઈએ ઘરનો દરવાજો ખોલ્યો હતો, જેમાં 93 વર્ષીય વિજયબેન રૂમમાં પડેલા હતા. તેની છાતીમાં ચાર વાર ઘા મારવામાં આવ્યા હતા અને તેની બાજુમાં છરી પડેલી હતી.
93 વર્ષીય વિજયાબેનને ખૂબ લોહી વહી ગયું હતું અને તેમનું મૃત્યુ થયું હતું. આ સાથે તેના ભાઈ હિંમતભાઈએ રૂમમાં સીલિંગ ફેન સાથે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.












Click it and Unblock the Notifications
