ગુજરાતમાં ફરી એક પુલ તૂટ્યો, જૂનાગઢના માંગરોળ નજીક પુલ પાણીમાં ગરકાવ

રાજ્યમાં પુલ તૂટી પડવાની ઘટનાઓ યથાવત છે. વડોદરામાં તૂટી પડેલા ગંભીરા બ્રિજની ઘટના વચ્ચે જૂનાગઢ જિલ્લામાં માંગરોળના આજક ગામ નજીક એક વધુ પુલ તૂટી પડ્યો છે. આ પુલ આત્રોલીથી કેશોદ તરફ જતા માર્ગ પર આવેલો હતો.

પુલ પર રિપેરિંગનું કામ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક પુલ તૂટી પડ્યો અને સાથે જ મરામત માટે લવાયેલુ હિટાચી મશીન પણ નદીમાં ખાબક્યુ.

ridge Collapses in Gujarat

સારી વાત એ છે કે ઘટનાના સમયે પુલ પર મોજૂદ તમામ લોકોને સ્થાનિક લોકોએ દોરડાની મદદથી બચાવી લીધા હતાં. તેથી કોઈ જાનહાનિ થઇ નથી.

જણાવી દઈએ કે, રાજ્યમાં થતી આવી ઘટનાઓ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરના સ્તર પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. લોકોમાં ભયનો માહોલ છે કે સતત તૂટી પડતા પુલો મુસાફરીને જોખમભરી બનાવી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે માત્ર કેટલાક દિવસો પહેલા 9 જુલાઈના રોજ વડોદરાના પાદરા-જંબુસર વચ્ચે આવેલો ગંભીરા બ્રિજ તૂટી પડ્યો હત, જેમાં 20 લોકોએ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાની તપાસ માટે માર્ગ અને મકાન વિભાગે 6 સભ્યોની તપાસ સમિતિની રચના કરી છે

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X