For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમની ત્રણ પુત્રોને 1-1 વર્ષની જેલ

Gujarat: કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમની ત્રણ પુત્રોને 1-1 વર્ષની જેલ

|
Google Oneindia Gujarati News

જૂનાગઢથી કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમની ત્રણ પુત્રોને 10 વર્ષ જૂના એક કેસમાં જેલની સજા ફટકારવામાં આવી છે. જાણકારી મુજબ વર્ષ 2008માં જૂનાગઢના અમરાપુર ગામમાં ચૂંટણી દરમ્યાન પૈસાની લેણદેણને લઈ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમના ત્રણ પુત્રો વિરુદ્ધ મુગર મોહમ્મદ ભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આ મામલે મેંદરડાની સ્થાનિક અદાલતે ભીખાભાઈ અને તેમના પુત્રોને આ મામલાના દોષી માનતાં એક-એક વર્ષની સજા તથા પાંચ-પાંચ હજાર રૂપિયાના દંડની સજા ફટકારી છે. અદાલતે જોશી અને તેમના પુત્રોને જામીન પણ આપી દીધા છે.

gujarat

અગાુ ગુજરાતના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા અને તેમના છ સમર્થકોને એક ખાનગી કંપનીના પરિસરમાં ઘુસી ખનન કામ અટકાવવાના મામલે છ માસ માટે કારાવાસની સજા સંભળાવવામાં આવી હતી. અદાલતે ફેસલા પર અપીલ માટે તમામ દોષિઓને જામીન આપી દીધા હતા. ભાવનગર જિલ્લાની મહુવા તાલુકાના બાંભોર ગામમાં ચાલી રહેલ અલ્ટ્રાટેક કંપનીના ખનનનો વિરોધ કરતાં પૂર્વ ધારાસભ્ય ડૉ કલસરિયા અને તેમના સમર્થકો ત્યાં પહોંચી ગયા અને ખનન જગ્યાએ માટી ભરી ખનનનું કામ બંધ કરાવ્યું હતું. કંપનીએ ગુજરાત સરકારની મંજૂરીથી અહીં ખનન કામ શરૂ કર્યું હતું.

English summary
Gujarat Congress MLA and his 3 sons sentenced to 1 year in 10 year old case. કોંગ્રેસના ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને તેમની ત્રણ પુત્રોને 1-1 વર્ષની જેલ
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X