Junagadh: ગિરનાર પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો, કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર
Junagadh: જૂનાગઢના દામોદર કુંડ અને કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર્વત પર વરસાદથી પાણીની આવક થઈ રહી છે. શહેરમાં 3 ઈંચ વરસાદથી દામોદર કુંડમાં પૂર આવ્યું છે. અમાસ નિમિત્તે વરસાદી માહોલ જોવા મળ્યો છે. ગિરનાર પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. એક દિવસના વિરામ બાદ ફરી વરસાદ વરસ્યો છે. કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે. દામોદર કુંડ પાસે પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે. વંથલી અને ભેંસાણ તાલુકામાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો છે.

ભારે વરસાદથી કાળવા નદીમાં આવ્યું ઘોડાપૂર
Kalwa River: જૂનાગઢ જિલ્લામાં 2 દિવસ અગાઉ પડેલા વરસાદે ભારે તારાજી સર્જી છે. રાજ્યામાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં 2 વરસાદી સિસ્ટમના કારણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.
Damodar Kund: શહેર અને જિલ્લામાં સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદથી કાળવા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. શહેરની મધ્યમાંથી પસાર થતી નદી બે કાંઠે વહી રહી છે. શહેરના એમ જી રોડ, દોલતપરા, મધુરમમાં વરસાદ પડ્યો છે. ગિરનાર પર્વત ધોધમાર વરસાદ પડતા દામોદર કુંડમાં ઘોડાપૂર આવ્યું છે. ગિરનાર પર 2 કલાકમાં 3 ઇંચ વરસાદ ખાબક્યો છે. કુંડમાં જવા પર તંત્ર દ્વારા પ્રતિબંધ લગાવાયો છે.
Gujarat Rain Forecast: આગામી દિવસોમાં મુશળધાર વરસાદ વિરામ લે તેવી શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 24 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ યથાવત રહેશે. 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ સુધી રાજ્યમાં ધોધમારનો બીજો એક રાઉન્ડ આવી શકે છે. આગામી દિવસોમાં રાજ્યમાં મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતથી લઈને ઉત્તર ગુજરાતમાં મુશળધાર મહેર જોવા મળશે.
ગુજરાતમાં હાલ બે વરસાદી સિસ્ટમના કારણે વરસાદની આગાહી
રાજ્યમાં હાલ બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે, 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની પણ શકયતાઓ રહેલી છે, મોન્સૂન ટ્રફ, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની વાત સામે આવી છે, તો વરસાદને લઈ સાબરકાંઠા, નવસારીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, વલસાડ, દમણમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
