જૂનાગઢ: રાજ્યપાલ આચાર્ય દેવવ્રત પરીક્ષા પે ચર્ચામાં જોડાયા

Junagadh: રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જૂનાગઢમાં જ્ઞાનબાગ, ગુરુકુળના સભાખંડમાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પરીક્ષા પે ચર્ચાનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ગુરુકુળ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ પણ આ કાર્યક્રમ નિહાળી દેશના વિવિધ રાજ્યોના વિદ્યાર્થીઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પરીક્ષા અંગે પૂછેલા પ્રશ્નો અંગે વડાપ્રધાને આપેલું માર્ગદર્શન સાંભળ્યું હતું. વિદ્યાર્થીઓનો પણ આત્મવિશ્વાસ તેનાથી વધ્યો હતો.

 Acharya Devvrat

વિદ્યાર્થીઓએ સોશિયલ મીડિયાનો સંયમપૂર્ણ ઉપયોગ, બીજાની સાથે નહીં પરંતુ પોતાની જ સાથે વધુ માર્કસ લેવાની સ્પર્ધા, પોષણયુક્ત સમતોલ આહાર, વ્યાયામ, હેલ્ધી સ્પર્ધા તેમજ નિરાશાને સ્થાન નહીં આપી આત્મવિશ્વાસ અને સામર્થ્ય વધારવાની ક્ષમતા અંગે સકારાત્મક વિચારધારા સહિતનું માર્ગદર્શન ધ્યાનપૂર્વક સાંભળ્યું હતું. વિદ્યાર્થીઓને દબાણમાં આવ્યા વગર મુક્ત મને પરીક્ષા આપવાનો આત્મવિશ્વાસ કેળવવા વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન પ્રેરક બન્યું હતું.

પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ નિહાળવાના આ પ્રસંગે ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી મિરાંત પરીખ, એસ. પી. હર્ષદ મહેતા, અધિક કલેક્ટર એન. એફ. ચૌધરી, વિસાવદર પ્રાંત અધિકારી તેમજ શિક્ષણ અધિકારી કચેરીના અધિકારીઓ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X