Junagadh Lok Sabha Election Results 2024 LIVE Gujarati: જૂનાગઢ સીટ રિઝલ્ટ, રાજેશ ચુડાસમા વર્સિસ હિરાભાઇ જોટવા
Junagadh Lok Sabha Election Results 2024 LIVE Gujarati: જૂનાગઢ લોકસભા ચૂંટણીના લાઇવ પરિણામ ટૂંક સમયમાં જ જાહેર થવાના છે. ગુજરાતની તમામ લોકસભા સીટના રિઝલ્ટ આજે જાહેર થશે. ત્યારે આ આર્ટિકલમાં આપણે જૂનાગઢ લોકસભા બેઠકના રિઝલ્ટની તમામ લેટેસ્ટ અને લાઇવ અપડેટ મેળવશું.

જૂનાગઢ લોકસભા બેઠકના ઈતિહાસ પર નજર ફેરવીએ તો પહેલી વખત 1962માં જૂનાગઢ લોકસભા સીટ પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના સી.આર.રાજા ચૂંટાયા હતા. અત્યાર સુધીમાં જૂનાગઢ પર કોંગ્રેસ કુલ 5 વખત જીતી છે, જ્યારે ભાજપ જૂનાગઢ બેઠકને 7 વખત જીતી ચૂક્યું છે. જનતા પાર્ટી, સ્વતંત્ર પાર્ટી અને જનતા દળ 1-1 વખત જૂનાગઢ સીટ જીત્યાં છે.
જૂનાગઢ લોકસભા મતવિસ્તારમાં કુલ 7 વિધાનસભા મતવિસ્તારનો સમાવેશ થાય છે, જેમાંઃ- જૂનાગઢ, વિસાવદર, માંગરોળ, સોમનાથ, તાલાલા, કોડિનાર અને ઉના સામેલ છે. જૂનાગઢ લોકસભા મતવિસ્તારમમાં કૂલ 17 લાખ 95 હજાર 110 મતદારો નોંધાયેલા છે, જેમાંથી 58.91 ટકા એટલે કે 10 લાખ 57 હજાર 462 મતદારોએ લોકસભા ચૂંટણી 2024માં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
લોકસભા ચૂંટણી 2024માં ભાજપ તરફથી રાજેશ ચૂડાસમા જ્યારે કોંગ્રેસ તરફથી હિરાભાઈ જોટવા ચૂંટણી લડ્યા હતા. આ બંને ઉમેદવારોની કિસ્મતનો આજે ફેસલો થવાનો છે. ત્યારે જૂનાગઢમાં રાજેશભાઈ ચૂડાસમા જીતશે કે પછી હિરાભાઈ જોટવા જીતશે તે સ્પષ્ટ થઇ જશે. જૂનાગઢ લાઇવ રિઝલ્ટ જોવા માટે વનઈન્ડિયા ગુજરાતી સાથે બન્યા રહો.
લાઇવ અપડેટ
8:20 AM - મતગાણતરી શરૂ થઈ ગઈ છે. જૂનાગઢથી ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા આગળ ચાલી રહ્યા છે.
9:09 AM - જૂનાગઢમાં પાંચ રાઉન્ડની ગણતરી થઈ ચૂકી છે. પાંચ રાઉન્ડના અંતે કોંગ્રેસના હીરાભાઈ જોટવા આગળ ચાલી રહ્યા છે.
9:32 AM - જૂનાગઢ લોકસભા બેઠક પરથી મોટા સમાચાર, કોંગ્રેસના ઉમેદવાર હીરાભાઈ જોટવા 11 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
9:58 AM - જૂનાગઢમાં ભાજપના ઉમેદવાર રાજેશ ચૂડાસમા 5799 મતથી આગળ ચાલી રહ્યા છે.
11:33 AM - જૂનાગઢથી ભાજપના રાજેશ ચૂડાસમા 83 હજાર મતથી આગળ ચાલી રહ્યા છે.
11:58 AM - 16 રાઉન્ડના અંતે રાજેશ ચૂડાસમા 95276 આગળ ચાલી રહ્યા છે. જૂનાગઢથી રાજેશ ચૂડાસમાની જીત નક્કી થઇ ગઇ છે.












Click it and Unblock the Notifications
