Junagadh News: જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેસર કેરીની આવક વધી, કેરીના ભાવમાં થશે ઘટાડો
Junagadh News: ઉનાળો આવતાની સાથે જ લોકો કેરી ખાવા માટે તલપાપડ રહે છે. હાલ કેરી પ્રેમીઓ માટે અતિ સારા સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ઉનાળાની સિઝન શરૂ થતા જ કેરીની આવક શરૂ થઈ રહી છે.
આજ રોજ એક જ દિવસમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં 14000 કેરીના બોક્સની આવક નોંધાઇ છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીની આવક શરૂ થવાની સાથે જ કેરીના ભાવમાં પણ ધટાડો નોંધાઇ રહ્યો છે.
કેરીની સિઝન થવાની સાથે જ તાલાલા ગીરની કેસર કેરી માટે સમગ્ર દેશ અને દુનિયામાં પ્રખ્યાત છે. જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં અત્યાર સુધીમાં કુલ બે લાખથી પણ વધારે બોક્સની આવક થઈ છે.

વર્તમાન સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રોજની કેરીની આવકમાં પણ વધારો નોંધાઇ રહ્યો છે. આજ રોજ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં રેકોર્ડ બ્રેક 14000 કેરીના બોક્સની આવક થઇ છે.
કેરીની સિઝન શરૂ થવાની સાથે જ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સના ભાવ 1100 થી લઈને 2500 સુધી બોલાઈ રહ્યો હતો. જે હવે ઘટીને કેરીના બોક્સના ભાવ 750 થી લઈને 1100 સુધી હરાજીમાં બોલાઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, હવે 15 થી 20 દિવસ કેરીની મોસમ રહેશે, ત્યાં સુધીમાં ભાવમાં થોડો ઘટાડો નોંધાય તેવી શક્યતા વધારે છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
